fbpx
ગુજરાત

ગુજરાતમાં ત્રણથી છ વર્ષનાં બાળકો માટે અલગ-અલગ છ બાળવાટિકા શરૂ કરાશે

આજે અમદાવાદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શિક્ષણમંત્રી, ધરાસભ્યો, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. તમામ લોકોની હાજરીમાં શિક્ષણમંત્રીએ બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્રણથી છ વર્ષનાં બાળકો માટે ત્રણ અલગ-અલગ બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં પણ ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવો પડશે, નહીં તો કડક પગલાં લેવામાં આવશે.

થલતેજની મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાંથી આજે માતૃભાષા દિવસની ઉજવણી માટેની રેલી યોજાઈ હતી. રેલી પંડિત દીનદયાળ ઓડિટોરિયમ બોડકદેવ પહોંચી હતી. ઉજવણીમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, મેયર, ધારાસભ્ય સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગને સંબોધતાં શિક્ષણમંત્રીએ બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ત્રણથી ચાર વર્ષનાં બાળકો માટે એક બાળવાટિકા, ચારથી પાંચ વર્ષનાં બાળકો માટે બે બાળવાટિકા અને પાંચથી છ વર્ષનાં બાળકો માટે ત્રણ બાળવાટિકા શરૂ કરવામાં આવશે.

Follow Me:

Related Posts