ગુજરાત

ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનું મોટું નેટવર્કડીસા પાસેથી દારૂ ભરીને જતું કન્ટેનર ઝડપાયું

એક તરફ આઝાદીના ૭૭ માં વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે બીજી તરફ ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી ગુજરાતના કચ્છ કાઠીયાવાડમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના નેટવર્ક નો ગાંધીનગર સિ.આઇ.ડી ક્રાઈમની ટીમે પર્દાફાશ કર્યો છે. સિ.આઇ.ડી ક્રાઈમની ટીમે ડીસાના કંસારી નજીકથી જીપ્સમ પાવડર ની આડમાં દારૂ ભરીને લઈ જતું કન્ટેનર ઝડપી રૂપિયા ૨૭ લાખના દારૂ સાથે રૂપિયા ૪૭ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવાથી રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લાના માર્ગોએ થઈ મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનો મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા અવારનવાર દારૂ ભરેલા વાહનો પકડવામાં આવે છે ત્યારે આજે ડીસા ધાનેરા હાઇવે પર કંસારી નજીકથી સિ.આઇ.ડી ક્રાઈમ ગાંધીનગરની ટીમે દારૂ ભરીને જતું કન્ટેનર ઝડપી લીધું હતું. પોલીસ ટીમને બાતમી મળી હતી

કે રાજસ્થાનમાંથી જીપ્સમ પાવડર ની આડમાં કન્ટેનરમાં મોટા જથ્થામાં દારૂ ભરીને ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડ વિસ્તારમાં પહોંચવાનું છે. જેથી ષ્ઠૈઙ્ઘ ની ટીમે ખાનગી વેશમાં વોચ ગોઠવી બાતમી મળ્યા મુજબ નું કન્ટેનર આવતા ડીસા તાલુકાના કંસારી ગામ નજીક અટકાવી દીધું હતું. પોલીસે તપાસ કરતા કન્ટેનરમાં પાછળના ભાગે જીપ્સમ પાવડરના કટ્ટા ભરેલા હતા.જ્યારે અંદરના ભાગે વિદેશી દારૂની પેટીઓ મૂકેલી હતી. પોલીસે કન્ટેનર ડીસા તાલુકા પોલીસ મથકે લાવતા અંદરથી કુલ રૂપિયા ૨૭ લાખની કિંમતની ૧૩,૯૮૦ બોટલ વિવિધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત ?૨૦,૦૦,૦૦૦ નું કન્ટેનર જપ્ત કર્યું હતું. જ્યારે કન્ટેનર ચાલક માલારામ સોનારામ જાટ ની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ દારૂ રાજસ્થાન થી ભરી કચ્છ અને કાઠીયાવાડ તરફ લઈ જવાતો હતો. દારૂ ક્યાંથી ભરાયો અને ક્યાં લઈ જવા તો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts