ગુજરાત

ગુજરાતમાં દીપડા પણ રખડતા કૂતરાની જેમ ફરી રહ્યાં છેમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હિંસક પ્રાણીઓને જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે

ગુજરાતમાં ઈધર કુઆ ઉધર ખાઈ જેવી સ્થિતિ છે. એક બાજુ રખડતા કૂતરાઓનો આતંક તો યથાવત જ છે. પરંતું હિંસક જંગલી પ્રાણી દીપડા પણ રખડતા કૂતરાની જેમ ફરી રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં દીપડાઓની સંખ્યા પહોંચી ૨ હજારને પાર પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૧૯માં દીપડાની સંખ્યા ૧૬૦૦ હતી, જે વધીને વર્ષ ૨૦૨૩ માં કુલ ૨ હજાર ૨૭૪ એ પહોંચી ગયો છે. હાલ સ્થિતિ એવી છે કે, બે જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં દીપડા પહોંચ્યા છે. હવે તો શહેરી વિસ્તારોમાં દીપડા ઘૂસી આવ્યા છે. ત્યારે શહેરી વિસ્તારોમાં આવી ચડતાં દીપડાઓને રોકવા સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું કે, દીપડાનું શહેરી વિસ્તારમાં આવવું ચિંતાજનક છે. તેથી સર્ચ કમિટીનો રીપોર્ટ આવ્યા બાદ કાયદો અમલમાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દીપડા સહિતના વન્યપ્રાણીઓ શહેરો સુધી આવી રહ્યા છે જેને લઈ રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. અગાઉ રાજકોટ સહિતના દીપડાના આંટાફેરાને લઈ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

એક અંદાજ મુજબ રાજકોટમાં બે-ચાર નહિ, પરંતું ૧૦ થી વધુ દીપડા આંટાફેરા મારી રહ્યાં છે. લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમા દીપડાની સંખ્યા ૨૨૭૪ એ પહોંચી ગઈ છે. આણંદ સહિત બે જિલ્લાને બાદ કરતા ગુજરાતના તમામ જિલ્લામાં દીપડાનું અસ્તિત્વ જાેવા મળ્યું છે. વર્ષ ૨૦૧૯ માં ગુજરાતમાં માત્ર ૧૬૦૦ દિપડા હતા. પરંતુ હવે તો જંગલ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ દિપડા દેખાઈ રહ્યાં છે. આ વિશે ઁઝ્રઝ્રહ્લ /ઝ્રઉઉ એન શ્રીવાસ્તવાએ જણાવ્યું કે, ઘણીવાર છોકરા ઉઠાવી જવાની, રાતે હુમલા થવાની ઘટનાઓ થઈ રહી છે. અમે પણ હુમલા ઓછા થાય એના માટે ચિંતિત છીએ. જ્યા ફરીયાદ આવે ત્યા દિપડા પકડી જંગલ વિસ્તારમાં છોડીએ છીએ. પરંતું માનવ ભક્ષી દિપડોને રેસ્ક્યુ સેન્ટર પર રાખીએ છીએ. દર બે જિલ્લામાં એક રેસ્ક્યુ સેન્ટર છે. દરેક સેન્ટર પર અંદાજે ૧૦ દિપડા હશે. દિપડાઓ પકડવા માટે ક્વિક રિસપોન્સ ટીમ બનાવી રહ્યા છીએ. ટ્રંક્વિલાઈઝર ગન વધારે ખરીદવા જઈ રહ્યા છીએ. દરેક તાલુકામા દિપડા પકડવા પાંજરા રખાશે.

Related Posts