ગુજરાતમાં નવી મેડિકલ યુનિવર્સિટી બનાવાશે
રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓ હેઠળ અત્યારે સરકારી,ગ્રાન્ટેડ અને ર્સ્વનિભર મળીને મેડિકલ-ડેન્ટલની ૪૩ કોલેજની ૬૭૦૦ બેઠક અને પેરામેડિકલની ૬૬૪ કોલેજની ૨૬૪૧૫ બેઠક મ?ળીને કુલ ૩૩,૧૧૫ બેઠકોનું નિયમન થાય છે. વિદ્યાર્થી જે યુનિવર્સિટી હેઠળની કોલેજ હોય તે યુનિવર્સિટીની જેમ કે,ગુજરાત-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોય તે કોલેજના વિદ્યાર્થીને તે યુનિવર્સિટીની ડીગ્રી મળે છે. મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના પછી વિદ્યાર્થીઓને મેડિકલ યુનિવર્સિટીની ડિગ્રી મળશે.રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનામાં મળનારા વિધાનસભા સત્રમાં મેડિકલ યુનિવર્સિટી સ્થાપવા માટેનું બિલ લાવવામાં આવશે. આ સાથે હાલમાં જે તે સરકારી યુનિર્સિટી સંલગ્ન છે તે રાજ્યની ૭૦૭ મેડિકલ-પેરામેડિકલ કોલેજાેની ૩૩૧૧૫ બેઠકો મેડિકલ યુનિવર્સિટીના એક સત્ર હેઠળ આવશે. ઉપરાંત રાજ્યમાં મેડિકલ ટુરીઝમ વિકસાવવા માટે મેડિકલ ટુરીઝમ પોલિસી લાવવામાં આવશે તેમ સુત્રોએ કહ્યું હતું.
Recent Comments