fbpx
ગુજરાત

ગુજરાતમાં પણ લિંગ પરિવર્તન માટે સિવિલમાં ૪ વર્ષમાં ૩૪ અરજી થઈ

કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં બે વર્ષ દરમિયાન લિંગ પરિવર્તન માટેની ૨૫ તેમજ છેલ્લાં સાડા ચાર વર્ષમાં કુલ ૩૪ અરજી અરજી મંજૂર કરાઇ છે, આ ૩૪ અરજીમાંથી સૌથી વધુ ૧૩ મહિલાને પુરુષ બનવા માટે મંજૂરી અપાઇ હોવાનું હોસ્પિટલના ડોકટર દ્વારા જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં લિંગ પરિવર્તન માટે કુલ ૩૪ અરજીને મંજૂર કરવામાં આવી છે. જાે કે, આ ૩૪માંથી ૨૫ અરજી વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન એટલે કે, કોરોના કાળના છેલ્લા બે વર્ષમાં મંજૂર કરાઇ છે.

એટલું જ નહિ, જે વ્યક્તિ લિંગ પરિવર્તન કરાવવા માગે છે, તે માનસિક રીતે સ્વસ્થ છે અને લિંગ પરિવર્તન માટે લાયક હોવાના સર્ટિફિકેટ પણ અપાયા છે. લિંગ પરિવર્તન માટેની આ ૩૪ અરજીમાં સૌથી વધુ મહિલામાંથી પુરુષ બનવા ૧૩, પુરુષમાંથી ટ્રાન્સજેન્ડર બનવા ૧૨, પુરુષમાંથી મહિલા બનવા ૬ તેમજ મહિલામાંથી ટ્રાન્સજેડર બનવા માટે ૨ અરજી મંજૂર કરીને લિંગ પરિવર્તન માટેના સર્ટિફિકેટ અપાયા છે. મહત્ત્વની વાત એ છે કે, લિંગ પરિવર્તનને સમાજમાં થોડા ઘણાં અંશે સ્વીકૃતિ મળી રહી છે, જેને કારણે લોકો હવે લિંગ પરિવર્તન માટે સામે આવી રહ્યાં છે.

લિંગ પરિવર્તન કરાવવા માગતી વ્યકિતને સર્ટિફિકેટ આપતાં પહેલાં તબીબી પરિક્ષણ સહિત ફેમિલી મેમ્બર સાથે પણ લિંગ પરિવર્તન બાબતે ચર્ચા કરાય છે. લિંગ પરિવર્તન કરાવનાર પુરુષ હોવા છતાં સ્ત્રી અને સ્ત્રી હોવા છતાં પુરુષ હોવાનો અહેસાસ કરતાં લોકોને ૬ વખત ચેક કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે. ત્યારબાદ તેમને સેક્સ રિ-અસાઈમેન્ટ સર્જરી માટેનું પ્રમાણ પત્ર મળતાં પ્લાસ્ટિક સર્જન તેમની લિંગ પરિવર્તનની સર્જરી કરે છે.

Follow Me:

Related Posts