fbpx
ગુજરાત

ગુજરાતમાં પીએમ મોદીના પ્રવાસ બાદ નેતાઓના ધડાધડ રાજીનામાહવે ભાજપ ઉત્તર ઝોનના મહામંત્રીની જવાબદારી રજની પટેલને અપાયાંની ચર્ચા

ભાજપમાં ભ્રષ્ટાચારનું પત્રિકાયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. આજના ગુજરાતના સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપવું પડ્યું છે. ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જાેવા મળી રહ્યો છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરામાં વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. પરંતુ આ બધા વચ્ચે રજની પટેલને લોટરી લાગી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ગુજરાતમાં પીએમ મોદીના પ્રવાસ બાદ ધડાધડ નેતાઓના રાજીનામાનો દોર શરૂ થયો છે. તમને જણાવી દઈએ કે, પ્રદીપસિંહ વાઘેલા પાસે ગુજરાત ભાજપમાં દક્ષિણ ઝોનના મહામંત્રી તરીકેની જવાબદારી હત્તી. ઉપરાંત કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી પણ પ્રદીપસિંહ વાઘેલાને સોંપવામાં આવી હતી. ભાજપ સંગઠન વતી સરકાર સાથે સંકલન સાધવા અંગે પ્રદીપસિંહ વાઘેલાને સંગઠનમાંથી સુચના આપવામાં આવી હતી. ત્યારે આ તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

બીજી તરફ આ તમામ જવાબદારી તાત્કાલિક ધોરણે ભાજપ ઉત્તર ઝોનના મહામંત્રી રજની પટેલને આપવામાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જેથી રજની પટેલને હાલમાં લોટરી લાગી ગઈ છે. રજની પટેલ શરૂઆતથી જ ખૂબ ઉત્સાહી કાર્યકર હતા. તેમણે પોતાના વિસ્તારમાં ભાજપને મજબૂત બનાવવા ખૂબ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે તેમને મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં જિલ્લા ભાજપના મંત્રી તરીકે જવાબદારીસોંપવામાં આવી હતી. તેમણે ભાજપને વિચારધારાને વળગીને કામ કરતા ૧૦ વર્ષ બાદ તેમના નસીબ ચમક્યા હતા. વર્ષ ૨૦૦૭માં તેમને ચાણસ્મા વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ટિકીટ આપવામાં આવી હતી. જ્યાં રજનીકાંત પટેલે હરીફ કોંગ્રેસના ઉમેદવાર માલજીભાઈ દેસાઈને ૧૫૦૦૦થી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી. બાદમાં બેચરાજી વિધાનસભા ૨૦૧૨માં અસ્તિત્વમાં આવતા તેમણે ત્યાં પણ નસીબ અજમાવ્યું હતું અને તે સમયે ચૂંટણીમાં બેચરાજી વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહને ૬૦૦૦ કરતા વધુ મતોથી પરાજિત કરી વિજય મેળવ્યો હતો. ૨૦૧૭માં પણ ભાજપે બેચરાજી મત વિસ્તારમાંથી પટેલ રજનીકાંત સોમાભાઈને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ભરત ઠાકોરે રાજ્યની સૌથી લોકપ્રિય બેઠકો પૈકીની એક બેચરાજી બેઠક પરથી પોતાના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને ૧૫,૮૧૧ મતોથી હરાવ્યા હતા.

પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજનીકાંત પટેલ સામે કોંગ્રેસે નવા ચહેરા ભરત ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. પાટીદાર આંદોલનથી સૌથી વધુ અસરગ્રસ્ત આ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ રજની પટેલને ટિકિટ આપી હતી. બીજી તરફ કોંગ્રેસે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો હતો. ભાજપના આગેવાન રજની પટેલનો જન્મ મોઢેરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને મોઢેરા વોટર શેડ ગ્રુપ-૧ના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. તેમણે હ્લરૂ બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ કોલેજ કાળ દરમિયાન રાષ્ટ્રીય જનસંઘ સંઘના સંપર્કમાં આવ્યા હતાં અને ત્યાંથી તેમના જાહેરજીવનનો પ્રારંભ થયો. તેઓ વિશ્વ હિંદુ પરિષદ, કિસાન સંઘમાં પણ રહી ચૂક્યા છે. તેઓ ૧૯૯૬-૯૭માં ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયાં હતા. ત્યારબાદ તેમણે ચાણસ્મા વિધાનસભામાં યુવા મોરચામાં ખજાનચી તરીકેની જવાબદારી સંભાળી હતો અને પાર્ટીમાં પાટણ જિલ્લામાં સંગઠન મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

Follow Me:

Related Posts