ગુજરાત

ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ઘટીને ૯૪.૨૮ પ્રતિ લીટર થઈ ગયો

લોકસભાની ચૂંટણીઓ પહેલાં સરકારે આપી સૌથી મોટી ખુશખબર. દેશભરના કરોડો લોકોને સીધી અસર કરશે આ ખબર. જીહાં તમારા પાકીટને અને તમારા માસિક બજેટને મળશે બહુ મોટી રાહત. દેશભરમાં સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કર્યો મોટો ઘટાડો. ખાસ કરીને ગુજરાતીઓને મોટો લાભ થશે. લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ઉમેદવારો પણ પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે. એવામાં પ્રજાને લુભાવવા માટે સરકાર પણ જે બાબતે હજુ પણ તેના હાથમાં છે તેમાં રિયાયત કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે.

એનું એક ઉદાહરણ છે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો. એવું અમે નથી કહી રહ્યાં પણ રાજકીય વર્તુળોથી લઈને સામાન્ય પ્રજામાં પણ આ વાત ચર્ચાય છે. ખૈર જે પણ હોય હાલ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાથી કરોડો લોકોને મોટી રાહત મળશે. દેશભરમાં આજે એટલે કે ૨૮મી માર્ચે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. જાણી લો તમારા શહેરમાં કેટલી છે આજે પેટ્રોલ-ડીઝલની કિંમત. રાજ્ય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો આજે બિહારમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે.

અહીં પેટ્રોલની કિંમત ૧૪ પૈસા ઘટીને ૧૦૭.૧૭ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૩ પૈસા ઘટીને ૯૩.૮૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સિવાય યુપીમાં પેટ્રોલની કિંમત ૩ પૈસા ઘટીને ૯૪.૪૯ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૪ પૈસા ઘટીને ૮૭.૫૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. બીજી તરફ આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને ૯૪.૨૮ પ્રતિ લીટર થઈ ગયો છે. છેલ્લાં બે દિવસથી આ ભાવ ૯૫ રૂપિયાની આસપાસ હતો, જેમાં મોટો ઘટાડો થયો છે. આ આંકડા અમદાવાદ શહેરના છે. જ્યારે ગુજરાતના બીજા શહેરોમાં પણ એવી જ સ્થિતિ છે. જ્યારે ડીઝલનો ભાવ આજે ૮૯.૯૫ થઈ ગયો છે. જે અગાઉ છેલ્લાં કેટલાંય દિવસોથી ૯૦ રૂપિયાથી વધારે હતો.

Related Posts