આપણા દેશની પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા. રૂપાલી ગાંગુલીની ‘અનુપમા’ સિરિયલમાં લીડ કરીને દર્શકોના દિલ અને દિમાગમાં જગ્યા બનાવી છે, તે ટીઆરપીમાં પણ હંમેશા આગળ રહે છે. રૂપાલી ગાંગુલીએ હમણાં થોડા દિવસો પહેલાજ ભાજપનું સભ્યપદ લઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.હવે અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાની પહેલી રેલીથી રાજકીય સફર પણ શરૂ કરી દીધી છે અને એ પણ ગુજરાત થીજ. પોરબંદર લોકસભા મતક્ષેત્રના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનો ચૂંટણી પ્રચાર માટે રોડ શો યોજવામાં આવ્યાં હતો.
રોડ શો દરમ્યાન જાહેરમાર્ગો પર ફિલ્મ સેલિબ્રિટી રૂપાલી ગાંગુલી સાથે તેમનો ચાહક વર્ગ ખાસ કરીને મહિલાઓ ઉમટી પડી હતી અને ફિલ્મ સેલીબ્રિટી સાથે હાથ મિલાવવા અને સેલ્ફી લેવા પડાપડી કરી હતી. રોડ શોના કાર્યક્રમમાં ઢોલ શરણાઈના તાલે ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ મંડળીના કલાકારોએ રસ્તા વચ્ચે રાસની રમઝટ બોલાવી હતી.
રૂપાલી ગાંગુલીની પ્રથમ રેલી સાથે જોડાયેલો વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રેલીમાં રૂપાલી ગાંગુલીની એક ઝલક મેળવવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટેલા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, અભિનેત્રી પણ તેના ચાહકોને મળવા ફોટા પડાવતી જોવા મળી હતી. તેણે રેલીમાં નવી સફર શરૂ કરવા માટે ચાહકોનો સાથ પણ માંગ્યો હતો. રૂપાલી ગાંગુલીની રેલીમાંથી વાયરલ થયેલો આ વીડિયો જોઈને કહી શકાય કે અભિનેત્રીની એક ઝલક મેળવવા માટે ભીડ એકઠી થઈ હતી.
Recent Comments