ગુજરાત

ગુજરાતમાં પ્રથમ વખત ભુજની સંસ્થા દ્વારા ગદર્ભની ગોદ ભરાઈ કરવામાં આવી

ભુજની સંસ્થા દ્વારા હાલારી ગધેડાના સંરક્ષણ માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાજેતરમાં હાલારમાં એટલે કે , રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે માદા ગદર્ભની ગોદ ભરાઇ વિધિ કરાઇ હતી . મનુષ્ય પરિવારમાં આવનારા નવા બાળકને વધાવવા ગર્ભ ધારણ કરનારી ભાવિ માતાનું ગર્ભશ્રીમંત સંસ્કારની પવિત્ર વિધિ કરે છે પરંતુ શું કદી સાંભળ્યું છે કે ગધેડીની ગોદભરાઈ પણ કરવામાં આવી હોય . જી હા , આ વાત છે સૌરાષ્ટ્રની હાલારી ગધેડીની ગોદભરાઈની . હાલારી ગધેડા દેશની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદ છે , જે સૌરાષ્ટ્ર – હાલાર પંથકના જામનગર , દ્વારકા જિલ્લામાં જોવા મળે છે . હાલારી ગધેડાની સંખ્યા હવે ફક્ત ૪૩૯ બચી છે , જે હવે લુપ્ત થવાના આરે છે . આ ગધેડાને બચાવવા માટે અને સંરક્ષિત કરવા માટે સહજીવન સંસ્થા – ભુજ દ્વારા હાલાર પંથકના ભરવાડ માલધારીઓને સાથે રાખીને કામગીરી કરાય છે . ભરવાડ સમાજની બહેનોએ પોતાની પરંપરા મુજબ પરિવારમાં આંગતુક બાળકને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર કરવામાં આવે તે રીતે હાલારી ગધેડાને બચાવવા માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈગર્ભ શ્રીમંત સંસ્કારની વિધિ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કરાઇ હતી . ગર્ભવતી ગધેડીની ગોદભરાઈ વિધિ કરવામાં આવી હોય તેવી ભારત દેશની કદાચ આ સૌપ્રથમ ઘટના બની હતી . બહેનોએ ગર્ભવતી ગધેડીને શણગાર કરી , પૂજાવિધિ કરી , વિધિવત રીતે પોંખી ને ગોદભરાઈ વિધિ કરી હતી

Related Posts