ગુજરાતમાં પ્રથમ વખત રેલ્વે વિભાગ સુરતમાં એક સાથે ઇન્નોવેશન અને ઇન્નોગ્રેશનના રુપમાં સુરક્ષાના બેઝીક ભાગોની અપાઇ તાલિમ.
સુરત ભારત દેશની ચોથી રક્ષા પાંખ ગણવામાં આવતી સિવિલ ડિફેન્સ, સુરત દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત રેલ્વે વિભાગ સુરતમાં એક સાથે ઇન્નોવેશન અને ઇન્નોગ્રેશનના રુપમાં સુરક્ષાના બેઝીક ભાગોની અપાઇ તાલિમ.સિવિલ ડિફેન્સ સુરત દ્વારા રેલ્વે વિભાગમાં ફલ્ડ ડિઝાસ્ટર ફાયર ડિઝાસ્ટર બાબતે બેઝીક ટ્રેનિંગની શરુઆત કરાઇ.સિવિલ ડિફેન્સની આ ટ્રેનિંગમાં સિવિલ ડિફેન્સ ડેપ્યુટી ચીફ વોર્ડન-સુરત અને માસ્ટર ટ્રેનર મહંમદ નાવેદ શેખ દ્વારા સિવિલ ડિફેન્સની જનરલ બેઝીક તાલિમ અપાઇ. અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયા દ્વારા ફલ્ડ ડિઝાસ્ટર માં વગર ઔજારે બેઝીક રીતે જીવન બચાવ માટેની ડેમો દ્વારા તાલિમ આપવામાં આવી.સિવિલ ડિફેન્સ દ્વારા આમંત્રિત સુરત ફાયર વિભાગથી ભુપેન્દ્ર રાજ સહીત મોટાવરાછા ફાયર ટીમ દ્વારા પણ રુબરુ સંસાધનો દ્વારા ફાયરની બેઝીક તાલીમ આપવામાં આવી
સિવિલ ડિફેન્સ સુરત દ્વારા તાલિમના અંતે રેલ્વે વિભાગના અધીકારીઓ તથા વેન્ડરો અને કુલી ભાઇઓ સહીત ૨૦૦ જેટલા લોકો મળી જીવનરક્ષાની તાલિમ મેળવ્યા બાદ “સ્વછતા હી સેવા અભિયાન ” અંતર્ગત સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન, ભરથાણા સુરતમાં સ્વચ્છતા અભિયાન પણ વિશેષ રીતે કરવામાં આવ્યુ.
ઉપરોક્ત સેન્ટ્રલ ગવર્મેન્ટ પશ્ચીમ રેલ્વે મુંબઇ ડિવિઝન, સુરતની ભલામણે સિવિલ ડિફેન્સ ની વિશેષ પ્રકારની રેલ્વે વિભાગને આપવામાં આવેલી જીવન બચાવની વિવિધ તાલિમોમાં ફાયર, ફ્લડ, ટ્રેન અકસ્માત તથા ભુકંપ, બિલ્ડીંગ કોલેપ્સ, ભુસ્ખલન, સહીતના બનાવોમાં કેવી રીતે અસરગ્રસ્ત લોકોની બચાવ કામગીરી કરવી અને સ્વબચાવ કરવા સહીત તમામ તાલિમોના અંતના ભાગે બીજા સેશનમાં ભારતનુ રાષ્ટ્રીય અભિયાન એટલે કે “ સ્વસ્છતા હી સેવા અભિયાન ” ને પણ આવરી લેવામાં આવ્યુ તથા સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી આ તાલિમમાં માસ્ટર ટ્રેનર મહંમદ નાવેદ શેખ તથા અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયાની મુખ્ય સેવા રહી હતી, તે ઉપરાંત સુરત રેલ્વેથી O.S ચરપે અજય તથા ચિફ કોમર્શિયલ ઇન્સપેક્ટર ગણેશ જાદવ, DSS આનંદ શર્મા, DSS સત્યેન્દ્ર શર્મા તથા સુરત મ.ન.પા ના વરાછા ઝોન બી. પરેશ પટેલ, તથા ડી.બી ભટ્ટ તથા સફાઇ કર્મચારીઓની ટીમ અને ૧૫૦ જેટલા કુલી ભાઇઓ, વેન્ડરો અને ભરથાણાના ગ્રામજનો સહીત કુલીઓના વણઝારા સમાજના પ્રમુખશ્રી રઘુવિરસિંહ કાછવા તદઉપરાંત કુલી મુકદમ શ્રી પ્રભુ ભીમ બગડા મદદનીશ મુકદમ શ્રી મુકેશ જગદીશ રાઠોડ હાજર રહ્યા હતા.
વિશેષમાં સમગ્ર અભિયાન અને ડિફેન્સ તાલિમનાં અંતે વેસ્ટર્ન રેલ્વે અધીકારી ગણો અને તમામ કુલી તાલિમાર્થીઓ દ્વારા સુરત નાગરિક સંરક્ષણ ( સિવિલ ડિફેન્સ) નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, અને આવનારા સમયમાં પશ્ચીમ રેલ્વે અને સિવિલ ડિફેન્સ મળી ઇન્નોવેશન અને ઇન્નોગ્રેશન માટે સતત આગળ વધે તેવા સંયુક્ત વિચારો વચનો રજુ કરતા તાલિમને વિરામ આપવામાં આવ્યો.
Recent Comments