ગુજરાતમાં પ્રથમ વખત સૌથી મોટી ઇન્ટર્નશીપ – આ ઇન્ટર્નશીપમાં સિવિલ ડિફેન્સ, પોલીસ, સાયબર ક્રાઇમ, ફાયર, સુરત મ.ન.પા, ડીઝાસ્ટર, વગેરે સહયોગીઓ જોડાયા.
સુરત – ગુજરાતમાં પ્રથમ વખત સૌથી મોટી ઇન્ટર્નશીપ- આ ઇન્ટર્નશીપમાં સિવિલ ડિફેન્સ, પોલીસ, સાયબર ક્રાઇમ, ફાયર, સુરત મ.ન.પા, ડીઝાસ્ટર, વગેરે સહયોગીઓ જોડાયા. જીવનરક્ષા, સ્ત્રી સશક્તિકરણ, ફ્લડ રેસ્ક્યુમાં સુરત શહેરમાં રાષ્ટ્રકાર્યો સાથે સંકળાયેલી સંસ્થા યુનિવર્સલ ફાઉન્ડેશનમાં તા. ૦૧ જુન થી ૧૨ જુલાઇ સુધી સૌથી મોટી ઇન્ટર્નશીપનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં ગાંધીનગર, રાયસણથી પી.ડી.પી.યુુ (યુનિવર્સીટી ) થી સાત જેટલા વિદ્યાર્થીઓ અને નિરમા યુનિવર્સિટીથી પાંચ જેટલા સ્ટુડન્ટો જોડાયા સંસ્થાના ફાઉન્ડર અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જીવનરક્ષા એવોર્ડથી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા દ્વારા તાલીમ અને સામાજીક કાર્યો જેવાકે સ્વચ્છ ભારત મિશન, સાયબર ક્રાઇમ, ફલ્ડ રેસ્ક્યુ, વૃક્ષારોપણ, મહિલા સુરક્ષા હેતુ અભયમ, તાપી શુધ્ધીકરણ, સામાજીક કાઉન્સીલીંગ, અને અંતે તમામ ઇન્ટર્ન્સને રિપોટીંગ હેતુ સુરત કલેક્ટર વિઝીટ પણ કરાવવામાં આવી.
આમ વિવિધ વિષયો ઉપર સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા ઇન્નોગ્રેશન કહેતા આટલી મોટી અને પ્રેક્ટીકલ ઇન્ટર્નશીપનુ આયોજન થયુ, જે આયોજનની નોંધ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે ૯ જેટલી ગવર્મેન્ટ સંસ્થા-એજન્સીઓ, અને વિવિધ મિડીયા દ્વારા સચોટ રીતે લેવામાં આવી. સુરત શહેર ખાતે કરવામાં આવેલ આ ઇન્ટર્નશીપ બાદ યુનિવર્સલ ફાઉન્ડેશને તમામ યુનિવર્સીટીઓને ઇન્ટર્નશીપ માટે આહવાન કર્યુ અને ૯ વિષયો સાથેની તમામ પડકારો યુક્ત આ ઇન્ટર્નશીપની સાચી વ્યાખ્યા સિદ્ધ કરી બતાવી.
આ ઇન્ટર્નશીપમાં યુનિવર્સલ ફાઉન્ડેશનથી સૌના માર્ગદર્શક તથા સુરત સિવિલ ડિફેન્સ અમરોલી ઝોનના ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયાનુ બહોળુ યોગદાન રહ્યુ, તથા વિશેષ સહયોગીઓમાં પોલીસ વિભાગથી એ.સી.પી શ્રીમતી કે. એમ. જોસેફ, ફાયર વિભાગથી જોન બી. ડિવિઝનલ હાર્દીક પટેલ, સરથાણા ફાયર સ્ટેશન, ગુજરાત માહિતી વિભાગ; સુરત, મહિલા પોલીસ વિભાગથી અભયમની શી ટીમ, સાયબર ક્રાઇમ સુરત, મોટાવરાછા ફાયર વિભાગના એસ.ઓ. તથા ફાયર ટીમ, સુરત મ.ન.પા થી વરાછા બી ઝોનના એસ.આઇ શ્રી ડી.બી ભટ્ટ, મોટાવરાછા ગાર્ડન વિભાગ, યુનિવર્સલ તરફથી હેલ્થ કમિટી, વગેરે સહયોગીઓ જોડાયા. વિશેષમાં ઇન્ટર્ન્સ તરીકે પી.ડી.પી.યુ. અને નિરમા યુનિવર્સિટીના રેકમંડેશન લેટર પ્રમાણે પંડીત દિનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓમાં ડાખરા નીલ, અપાણી અભય, ભુવા એલીસ, હષિઁત સોડવડિયા, જૈમિલ મુંજાણિ, તથા નિરમા યુનિવર્સિટીથી સ્નેહા ગુપ્તાનો, હર્ષ પટેલ, યશ વેકરીયા, ઋષી સુખડીયા, વિવેક ટાંક વગેરેનો સમાવેશ રહ્યો.
વિશેષમાં તમામ તાલિમો અને રાષ્ટ્રકાર્યોની પ્રેક્ટીકલ ઝાંખી સ્વરુપે સતત ૪૫ દિવસના શિડ્યઅલ સુધીની ૨૪ દિવસીય ઇન્ટર્નશીપ બાદ એક હકારાત્મક અભિગમ સાથે એક મુલાકાતમાં સુરત જીલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારઘી, તથા પોલીસ વિભાગથી મહિલા સેલ એ.સી.પી. દ્વારા સૌને અભિનંદન પાઠવ્યા સાથે યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા તમામ વિદ્યાર્થીઓને સફળતા પ્રમાણપત્રો દ્વારા અભિનંદન પાઠવતા સર્વ મજબુત સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તથા આવનારા સમયમાં રાષ્ટ્રકાર્યોમાં જોડાઇ રહેવા સૌને અપીલ કરતા યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા તા. ૧૨ જુલાઇના રોજ ઇન્ટર્નશીપ પુર્ણ કરવામાં આવી.
Recent Comments