અમરેલી ગુજરાત

ગુજરાતમાં બેરોજગારીના લીધે વર્ષમાં રર૯ આત્મ હત્યા

બેકારીના કારણે યુપી–બિહાર કરતા ગુજરાતમાં આત્મહત્યાના કેસ વધુ : પરેશ ધાનાણી
ગુજરાતની ભાજપ સરકાર રોજગારમાં નંબરના દાવા કરે છે પણ આત્મહત્યામાં પાંચમા ક્રમે

કોરોનાકાળના  વર્ષ ર૦ર૦ માં ગુજરાત બેરોજગારીના કારણે રર૯ લોકોએ આત્મહત્યા કરી છે, જેમાં સોૈથી વધુ અમદાવાદ–સુરતમાં આત્મહત્યાના કિસ્સા સામેલ છે, દેશમાં કોરોના કાળના એક વર્ષમાં કુલ ૩,પ૪૮ આત્મહત્યા બેરોજગારીના કારણે થઈ છે. બેરોજગારીના કારણે દેશમાં કર્ણાટક રાજયમાં સોૈથી વધુ ૭ર૦ આત્મહત્યાની ઘટના બની છે, ત્યારબાદ મહારાષ્ટ્ર ૬રપ, તામિલનાડુમાં ૩૩૬, આસામમાં ર૩૪ અને ગુજરાતમાં રર૯ આત્મહત્યાની ઘટના બની છે. ઉતરપ્રદેશમાં રર૭ અને બિહારમાં ૧ર ઘટના બની છે, ગુજરાતના પાડોશી રાજય રાજસ્થાનમાં ૧૧૮ અને મધ્યપ્રદેશ ૬પ આત્મહત્યાની ઘટના બેકારીના કારણે નોંધાઈ છે.યુપી–બિહાર કરતાં ગુજરાતમાં બેકારીના કારણે વધુ આત્મહત્યા નોંધાઈ છે, ગુજરાતની ભાજપ સરકાર દાવા કરે છે કે ગુજરાત દેશમાં સોૈથી વધુ રોજગાર આપતું રાજય છે, જો કે ગુજરાત બેકારીના કારણે આત્મહત્યા મામલે પાંચમા ક્રમ છે જે ગંભીર બાબત છે, 
આ ગુજરાતની ભાજપ સરકાર મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડીજીટલ ઈન્ડિીયા, સ્માર્ટસીટી મિશન  જેવી યોજના દ્રારા રોજગારીનું પ્રોત્સાહન આપી બેરોજગારી દુર કરવાની રજુઆત  અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.

Related Posts