ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે જે રીતે સંગઠનને ચૂંટણી તૈયારી માટે દોડતુ કર્યું છે તે જોતા વહેલી ચૂંટણીની શકયતા ફરી એકવખત ચર્ચામાં આવી છે જો કે તર્કની દ્રષ્ટિએ ભાજપ માટે કોઇ પ્રાયોરિટી ન હોવાનું જણાવાઇ રહ્યું છે પણ પક્ષના સુત્રો કહે છે કે ભાજપ તેની કેડરને મોબલાઇઝ કરી રહ્યો છે તે પણ સૂચકછે. ખાસ કરીને ચૂંટણીના બે ત્રણ માસ પહેલા જે ગતિવિધિ જોવા મળતી હોય તે ગતિવિધિ હાલ જોવા મળી રહી છે અને ત્યાં સુધીની વાત છે કે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે કામકાજ પણ શરુ કરી દીધું છે અને ટૂંક સમયમાં તેની સતાવાર જાહેરાત સાથે જ ભાજપ તમામ હથિયારોથી સજ્જ થઇ જશે તેવું માનવામાં આવે છે. બીજી તરફ પક્ષમાં ટીકીટો અંગે પણ એક આંતરિક ગ્રુપ સતત કામ કરી રહ્યું છે. દરેક વિધાનસભાના ડેટા તૈયાર રખાયા છે અને તેના ફેકટર પણ અલગ કરી દેવાયા છે જેથી કરીને નિર્ણય લેતા સમયે એક સ્પષ્ટ ચિત્ર મોવડી મંડળ સમક્ષ આવી જાય. ઉતરપ્રદેશમાં જે રીતે ભાજપે મંત્રીમંડળ રચનામાં 15 દિવસ કાઢયા તે દર્શાવે છે કે 2024ની દરેક ચાલ હવે સાવધાનીપૂર્વકની હશે અને ખાસ કરીને ગુજરાતમાં ગત ચૂંટણીમાં પણ ભાજપને 99 બેઠક મળી હતી તે પણ પક્ષ ભૂલ્યો નથી તો બીજી તરફ નરેશ પટેલ ફેકટર કઇ બાજુ જાય છે તેના પર પણ પક્ષની નજર છે.
ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે જે રીતે સંગઠનને ચૂંટણી તૈયારી માટે દોડતુ કર્યું છે તે જોતા વહેલી ચૂંટણીની શકયતા ફરી એકવખત ચર્ચામાં



















Recent Comments