ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદથી છેલ્લા એક સપ્તાહમાં ૨૮ નાં મોત

ગુજરાતમાં આ વર્ષે વરસાદી સિઝનમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જે નુકસાનીના આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના આ સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં ૨૮ લોકોનાં મોત થયાં છે, છેલ્લા ૪૮ કલાકમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લો વરસાદ અસરગ્રસ્ત રહ્યા છે, આ સાથે જ આ સિઝનમાં પુર-વાવાઝોડા સહિતની કુદરતી આફતના કારણે ગુજરાતમાં કુલ ૧૫૮ લોકોનાં મોત થયા છે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાની જાેવા મળી છે. ગુજરાતમાં આ વરસાદી સિઝનમાં કુદરતી આફતના કારણે જે ૧૫૮ લોકોનાં મોત થયા છે તેમાં કુલ ૧૦ જિલ્લાઓ અસરગ્રસ્ત છે, ૫૮ વ્યક્તિના પુરમાં તણાઈ જવાના કારણે મોત નોંધાયા છે, વીજળી પડવાના કારણે ૪૧ અને જુદા જુદા કારણસર ૫૯ લોકોનાં મોત થયાં છે. બે વ્યક્તિ ગુમ થઈ છે, જેમનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી જ્યારે કુલ ૨૨૧ વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી છે.

Related Posts