ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૬મી અને ૨૭મી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાે કે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં હજુ સુધી સરેરાશ ૪૩.૫૨ ઇંચ સાથે સરેરાશ ૧૨૫.૨૧ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હવે આગામી અઠવાડિયાના અંતે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. આગામી ૨૬મી અને ૨૭ સપ્ટેમ્બરના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરાઈ છે. અમદાવાદની વાત કરવામાં આવે તો હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી ૨૬ સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શુક્રવારે (૨૦મી સપ્ટેમ્બર) અમદાવાદમાં ૩૫.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રીનો વધારો થયો હતો. ગત રાત્રિએ સરેરાશ લઘુત્તમ તાપમાન ૨૬.૭ ડિગ્રી નોંધાયું હતું.
Recent Comments