ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ૨૨ યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. ત્યારે હવે આનું સાચુ કારણ મળી ગયું છે. નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ત્યારે પ્લેક શું છે તે પણ જાણી લઈએ. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી એવા કિસ્સા સામે આવી રહ્યા હતા કે ચાલતા, નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી મોત થતા હોવાનું સામે આવતુ હતું. ત્યારે નિષ્ણાતોના મતે, શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ વિશે નિષ્ણાતોએ જમાવ્યું કે, પ્લેક એ ચરબીયુક્ત પદાર્થ છે, જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે. આ કારણે યુવાઓને હાર્ટ એટેક આવે છે.
ધમનીમાં પ્લેકનું પ્રમાણ વધુ થાય તો ગણતરીની મિનિટોમાં તે ૧૦૦ ટકા સુધી પહોંચી જાય છે. આવામાં જાે વ્યક્તિ વધુ શ્રમ કરે, કસરત કે સ્પોર્ટસ એક્ટિવિટી કરે તો હાર્ટએટેકની સ્થિતિ ઉદભવે છે. છેલ્લા કેટલાક સમયથી કાર્ડિયોવેસ્ક્યૂલર રોગમાં વધારો થવાનું કારણ કોરોના પણ છે. નિષ્ણાતો કહે છે કે, રોગને લીધે ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક સર્જાય છે. જે વધુ ખતરનાક છે. પ્લેક શરીરમાં ધરાવનાર વ્યક્તિને ખબર જ નથી હોતી કે તેના શરીરમાં પ્લેક છે. આ પ્રકારની રોગની સ્થિતિવાળા યુવન દર્દીઓની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે, ૪૦ વર્ષથી નીચેની વયના યુવાઓમાં આ સમસ્યા વધી રહી છે. પરંતુ આ સમસ્યા એકાએક આવતી નથી. તેની પાછળ ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, અનઈવન જીવનશૈલી કારણભૂત હોય છે. આ માટે ૩૦ વર્ષ બાદ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવુ જાેઈએ. જેથી તમને આવતા સંકટ વિશે ચેતી શકો છો. જ્યારે શરીરરમાં અનિયમિતતા અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવજાે.
Recent Comments