fbpx
ગુજરાત

ગુજરાતમાં યુવાપેઢી બેરોજગારીના કાળચક્રમાં ફસાઈ

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હજારો ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ બેરોજદાર: કુલપતિએ વેબસાઈટ પર જાેબ ઓપ્શન જણાવ્યું

૫૨મા ખાસ પદવીદાન સમારંભમાં ૧૧ ફેકલ્ટીમાં ડિગ્રી લેનારા એક હજાર વિદ્યાર્થી વધ્યા છે. વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટના ૫૧મા ખાસ પદવીદાનમાં ૩૪૬૮ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી. જાે કે, તે સમયે કોરોના વધુ હોવાથી સમારંભ ઓનલાઇન યોજાયો હતો. પરંતુ હવે કેસોની સંખ્યા ઘટતા ઓફલાઇન યોજાશે, જેમાં ૪૬૨૨ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓએ ડિગ્રી લેવા રજિસ્ટ્રેશન નહીં કરાવવા સાથે પરીક્ષાઓ પણ મોડી ચાલી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ૨૪ ઓગસ્ટે ૫૨મો ખાસ પદવીદાન સમારંભ યોજાશે. આ અંગે યુનિવર્સિટીએ છેલ્લા બે વર્ષ કે તેથી અગાઉ અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને ડિગ્રી લેવાની બાકી હોય એવા અંડર-પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન ફોર્મ ભરાવ્યા હતા. આ પ્રક્રિયામાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસે રોજગારને લગતી માહિતી પૂછી હતી. જેમાં કુલ ૮૦૪૧૭માંથી ૪૮૩૭૫ વિદ્યાર્થીઓએ કહ્યું, કંઈજ નથી કરતા, બેકાર છીએ. હાલની જ વાત કરીએ તો ઓગસ્ટ-૨૦૨૧માં ૪૬૨૨માંથી ૩૧૬ વિદ્યાર્થીઓ નોકરી-ધંધો કરે છે. ૨૨૩ વિદ્યાર્થી નોકરી કરે છે તો ૫૩ પોતાનો ધંધો છે અને ૪૦ કૌટુંબિક ધંધામાં જાેડાયેલા છે. તો ૭૭૭ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘણા વિદ્યાર્થીઓને રોજગારી મળતી ન હોવાની કેન્દ્ર-રાજ્ય સરકારને ફરિયાદો મળી હતી. જેથી બંને સરકારે તમામ યુનિવર્સિટીઓ પાસેથી રોજગાર અંગેની માહિતી માંગી હતી. જાેકે, છેલ્લા બે વર્ષ દરમિયાનના આ આંકડા છે, જેમાં ઘણા વિદ્યાર્થીને નોકરી મળી ગઈ હશે અથવા ધંધો કરતા થઇ ગયા હશે. ૨૪મીના ૫૨મા ખાસ પદવીદાન સમારંભમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીએ સૂચના આપી છે કે સમારંભમાં મોબલાઇ બંધ રાખવો પડશે. હોલમાં મીડિયાકર્મી સિવાય કોઇ પણ વ્યક્તિ કેમેરા, બેગ વગેરે લઇ જઇ શકશે નહીં.

યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડાએ જણાવ્યું હતું કે, નવી વેબસાઇટમાં જાેબનો ઓપ્શન મૂકાશે. જેમાંથી વિદ્યાર્થીઓ રોજગારની માહિતી મેળવી શકશે. ઉપરાંત રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે યુનિવર્સિટીના કેમ્પસમાં એડમિશન અને જાેબ ફેર માટે સ્પેશ્યિલ બિલ્ડિંગ પણ બનાવાશે. આ માટે રાજ્ય સરકારને દરખાસ્ત પણ મોકલાઈ છે. ડિન ડો. સ્નેહલ જાેશીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આઇએએસ, આપીએસ, યુપીએસઇ અને જીપીએસઇ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપી રોજગારી મેળવી શકે એ માટે કાઉન્સિલરની નિમણૂક કરાશે. સરકારી અને ખાનગી કંપનીઓની રોજગારીની બાબતો યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકાશે. ઊનાળા વેકેશનમાં વિદ્યાર્થીઓને સ્કિલ ઓરિએન્ટેડ-આઇટીઆઇ જેવા રોજગારલક્ષી કોર્સ પણ ભણાવાશે. ડિફેન્સમાં કરિઅર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગ આપાશે.

Follow Me:

Related Posts