fbpx
ગુજરાત

ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું, પ્રતિ લિટરે ૧૦ રૂપિયાનો તફાવત

ગુજરાતમાં હાલ ભડકે બળેલા પેટ્રોલ ડીઝલના ભાવોને લઈ પ્રજા પરેસાન છે, પરંતુ અંબાજી નજીક માત્ર ૧૨થી ૧૫ કિલોમીટર દૂર પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ મામલે વિપરીત પરિસ્થિતિ જાેવા મળી રહી છે. ગુજરાતમાં રાજસ્થાન કરતાં પેટ્રોલ સસ્તું છે અને એક-બે રુપિયા નહીં પણ પ્રતિ લિટરે ૧૦ રૂપિયાનો તફાવત જાેવા મળી રહ્યો છે, જ્યારે પાડોશી ગુજરાત રાજ્યમાં આટલો મોટો તફાવત જાેઈને પંપ સંચાલકો હેરાન છે અને પેટ્રોલ-ડીઝલને ય્જી્‌ના દાયરામાં લાવવા માગ કરી રહ્યા છે. જેથી વન નેશન વન ટેક્ષની જેમ દેશભરના તમામ રાજ્યોમાં એક સરખો ભાવ રહે તેવું ઈચ્છી રહ્યા છે.

રાજસ્થાન કરતાં ગુજરાતના પેટ્રોલ ઉપર વિપરીત અસર જાેવા મળી રહી છે. ગુજરાત જ નહીં રાજસ્થાન પાર્સિગના અનેક વાહનોની કતારો અંબાજી પેટ્રોલપંપ ઉપર જાેવા મળી રહી છે. ગુજરાતમાંથી રાજસ્થાન જતા વાહનચાલકો અંબાજીથી જ પેટ્રોલ-ડીઝલ ભરાવી રાજસ્થાન તરફ જઈ રહ્યા છે, તો રાજસ્થાનના અનેક વાહનચાલકો અંબાજીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવી રહ્યા છે.

રાજસ્થાન કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઓછા અને સસ્તા હોવા છતાં રાજસ્થાનમાં ગ્રાહકોને આકર્ષવા ‘ગુજરાત સે સસ્તા પેટ્રોલ-ડીઝલ’ના મોટા હોર્ડીંગ લગાવેલા જાેવા મળી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દેશભરમાં સમાંતર ટેક્ષ માટે ય્જી્‌ લાગું કર્યુ છે. તેમ હવે પેટ્રોલ-ડીઝલ ઉપર પણ ય્જી્‌ લાગુ કરવા માગ કરાઈ રહી છે અને જાે પેટ્રોલ-ડીઝલ ઉપર ય્જી્‌ લાગૂ કરવામાં આવે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સમાંતરતા જળવાઈ રહે તેમ છે.

Follow Me:

Related Posts