fbpx
ગુજરાત

ગુજરાતમાં લમ્પી વાયરસથી ગાયોના મોત થતાં , અમદાવાદમાં ભાજપનો બહિષ્કાર લખેલા પોસ્ટરો લાગ્યા

અમદાવાદ શહેરના ઇસનપુર અને ગોવિંદવાડી વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગેલા છે જેમાં લખવામાં આવ્યું છે કે ” ગાય માતા મળી રહી છે અને ભાજપ સરકાર સૂઈ રહી છે, ગાય માતાના હત્યારા ભાજપના નેતાઓએ આવવું નહીં, માલધારી સમાજ દ્વારા ભાજપનો બહિષ્કાર” આ પ્રકારના લખાણના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. કોઈપણ માલધારી સમાજના સંગઠન દ્વારા પોસ્ટરો લગાડવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું નથી. ઇસનપુરબ્રિજ ઉપર પણ આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જ ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મહાદેવના મંદિરની બહાર વેપારી જ્યારે કતલ કરેલા પશુના અંગ લઈને જતો ત્યારે તેને અંગ પડી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં ત્યાં ભેગા થઇ ગયા હતા અને આરોપીને પકડવાની માંગ સાથે ઇસનપુર બંધ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા આ મામલે તપાસ કરી અને પશુ લઇને જતા વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. જાતિ આ પશુના અંગો મળ્યા હતા તેના ૫૦૦ મીટરના અંતરે જ આવા પોસ્ટરો લગાવવામાં આવતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.રાજયમાં લમ્પી વાઇરસનો કહેર જાેવા મળી રહ્યો છે. લમ્પી વાઇરસના કારણે હજારો ગાયોના મોત થયા છે. સરકાર દ્વારા આ મામલે કોઈ અગમચેતીના પગલાં ન લેવામાં આવતા ગાયોના મોત થયા હોવાના પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. અમદાવાદ શહેરમાં ઇસનપુર ગોવિંદવાડી વિસ્તારમાં ભાજપ પાર્ટી વિરુદ્ધના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. માલધારી સમાજના કોઈ સંગઠનના નામ વગર આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. લમ્પી વાઇરસમાં ગાયોના મોત મામલે માલધારી સમાજે નેતાઓનો વિરોધ કરતાં ભાજપના કોઇ નેતાએ આવવું નહીં તેવા પોસ્ટરો લગાવવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Follow Me:

Related Posts