fbpx
ગુજરાત

ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે. તે તરફ રાજકારણ ઢળે છેઃ નરેશ પટેલ

લેઉવા પટેલનાં કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણનાં સંડેર ખાતે નિર્માણ પામી રહ્યું છે.ત્યારે સૌરાષ્ટ્રનાં કાગવડ જેવું જ મંદિર પાટણ પાસે બનવા જઈ રહ્યું છે. ત્યારે ૨૨ મી ઓક્ટોબર અને આઠમનાં દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુર્હત થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ત્યારે ખોડલધામનાં ખાતમુર્હૂતનાં આયોજન અંગે આજે બેઠક મળી હતી.

ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. સામાજીક અગ્રણી અનારબેન પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. પાટણ જીલ્લાનાં સંડેર ખાતે નિર્માણ પામી રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત એનસીપી નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

સંડેર ખાતે ખોડલધામનાં ભૂમિપૂજન કાર્યક્રમનાં આયોજન અંગે મળેલી બેઠક બાદ નરેશ પટેલે નિવેદન આપ્યું છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ઈકોનોમિકની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે. ન માત્ર ઈકોનોમિક પરંતું પોલિટિકલ કરોડરજ્જુ પણ લેઉવા પટેલ સમાજ છે. ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે. તે તરફ રાજકારણ ઢળે છે. ત્યારે લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી. પુષ્કળ રૂપિયા છે. આજનાં જમાનામાં મુખ્ય તાકાતએ સંગઠન છે. તેમજ ખોડલધામ સંસ્થા નથી. વિચાર છે. જાતિ આધારિત વસ્તી ગણતરી રાજકીય ચર્ચાનો વિષય છે. મારે કોમેન્ટ કરવી યોગ્ય નથી.

Follow Me:

Related Posts