fbpx
ગુજરાત

ગુજરાતમાં લોકડાઉનના ભણકારા, હવે સિનિયર ડોક્ટરોએ પણ કહ્યું-૧૪ દિવસનું

એક દિવસ પહેલાં જ સમાચાર સામે આવ્યા હતા અને કોરોના પર નજર રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા થોડાંક દિવસમાં કોરોના પીક પર હશે. કોરોના વાયરસને લઇ નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પૉલે જ્યાં આવતા ચાર સપ્તાહને ખૂબ જ અગત્યના ગણાવ્યા છે ત્યાં આઇઆઇટી કાનપુરની ટીમે ગાણિતિક મોડલના આધાર પર કહ્યું છે કે દેશમાં કોરોનાની લહેર ૨૦ થી ૨૫ એપ્રિલની વચ્ચે પીક પર રહેશે. ત્યારે રાજ્યમાં કોરોના સામે લોકડાઉનની માગ વધી રહી છે. હવે તો સિનિયર ડોક્ટર કરી રહ્યાં છે કે લોકડાઉન કરો.

હાલમાં જે પ્રમાણે કોરોના વધી રહ્યો છે એ જાેઈને સિનિયર ડોક્ટર ચેઇન તોડવા ૧૪ દિવસના લોકડાઉનની માગ કરી છે. એમનું કહેવું છે કે લોકડાઉન ન થાય તો સંક્રમણ ઝડપી ફેલાશે, આ સાથે જ શહેરોમાં વુહાન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં રાજ્યમાં વધી રહેલા કોરોના સામે લોકડાઉનની માંગ વધી રહી છે.

ડોક્ટરો ખુદ હવે તો લોકડાઉનની માંગ કરી રહ્યા છે. રાજ્યના સિનિયર ડોક્ટરો આ રીત લોકડાઉનની માગ કરી રહ્યા છે એ ખરેખર વિચારવા જેવી વાત છે. તેઓનું કહેવું છે કે ૧૪ દિવસનું લોકડાઉન ખૂબ જ જરૂરી છે. કોરોના ચેન બ્રેક ડાઉન કરવા માટે લોકડાઉન જરૂરી છે. ડોક્ટરો કહે છે કે લોકડાઉન ના થાય તો સંક્રમણ વધી શકે છે. શહેરોમાં વુહાન જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઇ શકે છે. ડો દિલિપ માવલંકર રાજ્યની ટાસ્ક ફોર્સ કમીટીના સભ્ય પણ છે.

Follow Me:

Related Posts