ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસો શાળાઓ માટે તકલીફ તો નહી સર્જે ને…..?

દેશના કેટલાક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થયા બાદ કોરોના કેસોમાં વધારો થવા લાગ્યો છે જાે કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ,મધ્ય પ્રદેશમાં કે દિલ્હીમાં ચૂંટણીઓ યોજાઈ નહીં હોવા છતાં કોરોના કેસોની સંખ્યામાં વધારોથઈ જતા આ રાજ્યોમા કોરોના નિયમોનો કડકાઈથી અમલ કરવા સાથે જરૂરી પગલા લીધા છે. ગુજરાતમાં પણ છ
મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોરોના સંક્રમિતો વધવા લાગ્યા છે જેમાં અમદાવાદ શહેરના ૧૬ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોના કેસોનો અંત થવા તરફ જઈ રહ્યો હતો જે કારણે સરકારે વિવિધ ક્ષેત્રોને અનલોક છૂટછાટ આપી દીધી જેમાં દેશનું ભવિષ્ય એવા બાળકોનું ભવિષ્ય શિક્ષણના અભાવે ધુધળુ ન બની જાય તે માટે સરકારે જાન્યુઆરી ૨૦૨૧ના પ્રારંભે પ્રથમ તબક્કામાં કેટલીક શરતોને આધીન ધોરણ-૧૧ અને ૧૨ ના શાળામાં વર્ગો શરૂ કરાવ્યા હતા… ત્યારબાદ ફેબ્રુઆરી માસના પ્રારંભે ધોરણ ૯ અને ૧૨ ના અભ્યાસક્રમો શરૂ કર્યા તે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વર્ગો નિયમિત શરૂ થયા બાદ ફેબ્રુઆરીના પ્રારંભે ધોરણ ૬ થી ૮ માટે પ્રાથમિક શાળાઓ શરૂ કરવામા આવી. ટૂંકમાં સરકારી રાગીની ૩૨,૦૦૦ પ્રાથમિક શાળા અને ૧૨ હજાર જેટલી હાઈસ્કૂલોમાં શિક્ષણકાર્ય શરૂ કરાવીને વિદ્યાર્થી વાલીઓઓને શિક્ષણ બાબતે ચિંતા મુક્ત કરી દીધા છે હવે ધોરણ ૩ થી ૮ ના ૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો ર્નિણય લેવાઈ ગયો છે. ત્યારે અત્યારના સમયમાં દેશમાં કોરોના સંક્રમિત કેસોમાં ઉછાળો આવ્યો છે તેની સાથે નવા બ્રિટન-બ્રાઝિલ સ્ટ્રેન કેસો પણ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૪ થી વધુ નવા કેસ સામે આવી ગયા છે. ત્યારે જાે કોરોના કેસો વધે તો તેની સાંકળ તોડવા કરવામાં આવે તે કરશો જાહેર લોકડાઉન કે કફ્ર્યુ નાખવા જેવું પગલું ભરવામા આવે તો પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન ઉભો નહીં થાયને….? તેવી સવાલી ચર્ચા લોકોમા ફરી વળી છે…..!
દેશભરમા કોરોના કેસોમાં ઉછાળો આવી ગયો છે અને એક જ દિવસમાં ૧૬,૭૩૮ નવા કેસ સામે આવ્યા છે,૧૩૮ ના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા ૬,૫૮,૬૭૪ લોકોને વેક્સિન આપી દેવામા આવી છે. કેટલાક રાજ્યોમાં કોરોના કેસો વધતા રાજધાની દિલ્હીમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાથી આવનારાએ કોરોના નેગેટીવ આરટીઓ પીસીઆર રિપોર્ટ કે જે ૭૨ કલાકની અંદર સમયનો હોય તે બતાવે તો જ પ્રવેશ આપવાનો ર્નિણય કર્યો છે. તો પશ્ચિમ બંગાળે પણ આવોજ ર્નિણય કર્યો છે પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક,કેરળ,તલંગણાથી આવનાર પૂરતો છે.
મહારાષ્ટ્રમા”વાશિમ” હોસ્ટેલમાં ૨૨૯ વિદ્યાર્થીઓ અને તેના ત્રણ સ્ટાફને પોઝીટીવ આવતા સમગ્ર હોસ્ટેલ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવી છે,લાતુરમાં બે દિવસ માટે જનતા કફ્ર્યુ, અમરાવતીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન, નાગપુરમાં શાળા-કોલેજાે માટે પાબંધી તથા ૩ માર્ચ સુધી કફ્ર્યુ,પૂણેમા શાળા-કોલેજાે,કોચીગ ક્લાસો પર પાબંધી તથા રાત્રી કફ્ર્યુ, મુંબઈમાં ૨૪ કલાકમાં ૧૧૦૦ થી વધુ નવા કેસ સામે આવ્યા છે. તેમજ ૧૪૦૦ જેવી બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમા એક દિવસમાં ૮૮૦૭ કેસો સામે આવતા નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે તે સાથે મધ્ય પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, કેરલ,દિલ્હી વગેરે રાજ્યોએ પણ નિયમોનો કડક અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં ૩૮૦ નવા કેસ ૨૪ કલાકમાં નોંધાયા છે તો અમદાવાદમાં ૮૪, વડોદરામાં ૮૦, રાજકોટમાં ૫૫, જામનગરમાં ૧૬, ગાંધીનગરમાં ૧૦ કેસ નોંધાયા છે. અમદાવાદના થલતેજની એક શાળામાં ૧૩ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા અને થોડા દિવસ પહેલા ડીસાની રામસન હાઈસ્કુલમા શિક્ષકો સહિત ૧૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા….. આ કારણે વાલીઓ તથા લોકોમાં ડર ફરી વળ્યો છે… તો તંત્ર પણ બાજ નજર રાખી રહ્યુ છે……!?
Recent Comments