fbpx
ગુજરાત

ગુજરાતમાં વધુ એક આંદોલન : રાજ્યની ST બસોના પૈડાં થંભી જશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાની માંગને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વિવિધ કર્મચારીઓ દ્વારા આંદોલન ચાલી રહ્યા છે ત્યારે હવે વધુ એક આંદોલન થવાના એંધાણ સેવાય રહ્યા છે.

ગુજરાત સરકારના એસ.ટી વિભાગના કર્મચારીઓ મોંઘવારી સહીત પોતાના 13 પડતર પ્રશ્નોના જ્યાં સુધી ઉકેલ ન આવે તેમજ તે પ્રશ્નો અંગે સરકાર યોગ્ય ખાતરી ન આપે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યના એસટી. નિગમનના ત્રણ જુદા જુદા યુનિયન દ્વારા કર્મચારીઓના પ્રશ્ને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. રાજ્યના વાહન વ્યવહાર દ્વારા સંકલન સમીતી સાથે બેઠક કરી હતી જો કે આ બેઠકને ઘણા મહિનાઓ વીતી ગયા હતા તેમ છતાંપણ 13 પ્રશ્નો અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.

ગુજરાત રાજ્યનાના એસ.ટી નિગમન દ્વારા આગામી 17મી તારીખ થી 22 તારીખ સુધી જુદી જુદી રીતે આંદોલન કરશે. કર્મચારીઓ આવતીકાલથી 20 તારીખ સુધી ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરશે તેમજ આ ચાર દિવસ પોતાના રીશેષ દરમિયાન સુત્રોચાર કરીને વિરોધ કરશે. આ કર્મચારીઓ તારીખ 21 અને 22મી તારીખ એમ બે દિવસ દરમિયાન નિગમનના તમામ કર્મચારીઓ ઘંટનાદ કરી સરકાર સામે વિરોધ કરશે. તારીખ 22ના 00:00 કલાકે મધરાત એટલે કે તારીખ 23ના રોજ શુક્રવારથી જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરીને વિરોધ કરશે.

ST નિગમનના કર્મચારીઓની વિવિધ માંગણીઓ 

– કર્મચારીઓનો ગ્રેડ પે 

– મોંઘવારી ભથ્થામાં વધારો 

– ઓવર ટાઈમ 

– પગારપંચ 

– હક્ક રજાઓ રોકડમાં રૂપાંતર 

– પાર્ટ ટાઈમ રોજમદાર મળવાપાત્ર બોનસ 

– વર્ગ 4 કર્મચારીઓના પ્રશ્નો 

– વહીવટી કર્મચારીઓનો ગ્રેડ પે અંગેની વિસંગતતા દૂર કરવી 

Follow Me:

Related Posts