હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય માટે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ૨૬ મેથી ૪ જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ૨૬ મે થી ૪ જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૨૬ મે સુધી બંગાળ ના ઉપસાગર માં ચક્રવાત સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં ૪૦ ડિગ્રી નીચું જવાની શક્યતા છે. ૨૬ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
૨૫થી ૨૮ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં રહેશે વરસાદ. ગુજરાતમાં ૭થી ૧૪ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે અમદાવાદમાં ૨૫ તારીખ સુધી હીટવેવની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ૨૩થી ૨૭ તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે. આવતીકાલે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં પડશે વરસાદ. દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ૨૮ તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં આગળ વધતું ચક્રવાત ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો માટે બની શકે છે મોટો ખતરો. આવતીકાલે બંગાળની ખાડીમાં તિવ્ર ચક્રવાત બાદ થશે વરસાદ
Recent Comments