fbpx
અમરેલી

ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓના ખાનગીકરણનો તખ્તો તૈયાર કરતી ભાજપ સરકાર – તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા વેત જ ગુજરાતની ભાજપ સરકારે પોતાનો અસલી રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે. ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓને ચાર ઝોનમાં વહેંચવામાં આવી છે, અને આ ચારેય ઝોનનું ખાનગીકરણ કરવા માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે, જેના ભાગરૂપે ગુજરાતની ભાજપ સરકારે પ્રથમ તબક્કામાં સેન્ટ્રલાઈઝ કોલ સેન્ટર અને ફોલ્ટ સેન્ટરનુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે,

સરકારી વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવા માટે ગુજરાત સરકાર તરફથી એજન્સીઓની નિમણૂક માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા જેનો વિરોધ સરકારી વીજ કર્મચારીઓનું એસોસિએશન એવા ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કરવામાં આવ્યો છે, જો સરકારી વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવે તો કેટલાય કર્મચારીઓ સરકારી નોકરી વગરના થઈ જશે, અને વીજ ગ્રાહકોને ખાનગી એજન્સીઓ સાથે અવાર-નવાર સામાન્ય બાબતે તકરાર ઊભી થશે અને ખાનગી એજન્સીઓ આવવાથી ભ્રષ્ટાચારનું પ્રમાણ વધશે, તથા વીજ ગ્રાહકોની સમસ્યાઓનું સમયસર સમાધાન થશે નહીં, જો ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સરકારી વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવા માટેનું ટેન્ડર રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ આપી છે.

Follow Me:

Related Posts