ગુજરાત

ગુજરાતમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલવાન ચાલકો પૂર્ણ રીતે નીતિ નિયમોનું પાલન કરે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતનાં ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી એ સ્કૂલ વર્ધીના વાહનોની હડતાળ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં વાલીઓ અને બાળકો હેરાન ના થાય તે સરકારે પણ જોવાનુ છે. બાળકોની સુરક્ષાની જવાબદારી પણ સરકારની છે. વાહનચાલકોને વિનંતી છે, નીતિ નિયમોનું પૂર્ણ રીતે પાલન કરવામાં આવે. નિયમોના પાલન માટે ખૂટતી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે. નિયમોના પાલન કરાવવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી કોઈ પણ જાનહાનિ ની ઘટના સર્જાય નહિ

Related Posts