fbpx
ગુજરાત

ગુજરાતમાં સ્વમૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓએ દ્વારા નહિંવત ભાગ


શિક્ષણ વિભાગના ટાર્ગેટ પ્રમાણે ૩૭ લાખમાંથી ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકનમાં ભાગ લેવાનો હતો. પરંતુ આ ટાર્ગેટ કોઈપણ પ્રકારે પુરો થાય તેવું હાલના સંજાેગોને આધારે જાેતાં લાગતું નથી. હાલમાં રાજ્યના જૂનાગઢ અને નવસારી જિલ્લામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકનમાં ભાગ લઈ રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાંથી ૫૮૫૫ અને નવસારી જિલ્લામાંથી ૫૦૦૧ વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકનમાં ભાગ લીધો છે. આમ બંને જિલ્લામાં અનુક્રમે ૮.૯૧ ટકા અને ૮.૧૯ ટકા વિદ્યાર્થીઓ જાેડાયા હતાં. આ ઉપરાંત અમદાવાદમાંથી ૨.૯૭ ટકા વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકનમાં ભાગ લીધો હતો. રાજ્યના ૧૦ જિલ્લામાં તો ૧ ટકા વિદ્યાર્થીઓએ પણ આ મૂલ્યાંકનમાં ભાગ લીઘો ન હોવાનું સામે આવ્યું છે. જેમાં અરવલ્લીમાં ૦.૯૮ ટકા, દ્વારકામાં ૦.૮૩ ટકા,પાટણમાં ૦.૭૨ ટકા, કચ્છમાં ૦.૬૮ ટકા, નર્મદામાં ૦.૫૪ ટકા વિદ્યાર્થીઓએ જ સ્વમૂલ્યાંકનમાં ભાગ લીધો હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી છે.

આ આંકડાઓ પરથી વિદ્યાર્થીઓમાં વોટ્‌સએપ બેઝ્‌ડ સ્વમૂલ્યાંકન બાબતેની નિરસતા ઉડીને આંખે વળગે એમ છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૩થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલા વોટ્‌સએપ બેઝ્‌ડ સ્વમૂલ્યાંકન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રસ નહીં હોવાનું સામે આવ્યું છે. ૪ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધીમાં માત્ર ૧.૯૫ ટકા વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકનમાં ભાગ લીધો છે. બાકીના ૯૮ ટકા વિદ્યાર્થીઓ એમાં જાેડાયા નથી. શિક્ષણ વિભાગ દ્વારા ૪૦ ટકા વિદ્યાર્થીઓ આ મૂલ્યાંકનમાં ભાગ લે તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પરંતુ હાલમાં માંડ બે ટકા વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૩થી૧૦ના વિદ્યાર્થીઓ માટે વોટ્‌સએપ બેઝ્‌઼ડ સ્વમૂલ્યાંકન કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં સપ્તાહના શનિવારના રોજ ક્વિઝ મોકલવામાં આવતી હોય છે. જેના જવાબો એક સપ્તાહમાં આપીને વિદ્યાર્થીઓએ પોતાનું સ્વમૂલ્યાંકન કરવાનું હોય છે. જેમાં ૪થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ખૂબજ નહિવત સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકનમાં ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યમાં ધોરણ ૩થી૧૦ના ૩૭.૯૪ લાખ વિદ્યાર્થીઓ પૈકી માંડ ૬૫ હજાર ૩૦૪ વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકનમાં ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts