fbpx
ગુજરાત

ગુજરાતમાં ૬૦ તાલુકામાં ૧થી સવા ૪ ઈંચ સુધી વરસાદ પડ્યો

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ કરી છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ (ઇટ્ઠૈહ) ફરી ગુજરાતમાં જાેરદાર બેટિંગ કરી છે. ગુજરાતમાંના ૧૪૮ તાલુકામાં મેઘમહેર ઉતરી છે. ગઇકાલે સમગ્ર રાત્રી દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ૬૦ તાલુકામાં ૧થી સવા ૪ ઈંચ સુધ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમાનના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જાેવા મળી રહી છે.ડાંગના સુબીરમાં સૌથી વધુ સવા ૪ ઈંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આહવા, ધરમપુરમાં પણ ૪-૪ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પણ ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત, તાપી, ભરૂચ, નવસારી, આણંદ, ખેડામાં પણ મેઘમહેર ઉતરી છે. તો પંચમહાલ, મહિસાગર, નર્મદામાં પણ સારો વરસાદ વરસ્યો છે.

Follow Me:

Related Posts