ગુજરાતમાં ૭૬ DYSPની કરી દેવાઈ ટ્રાન્સફર, હવેIPS અધિકારીઓની બદલીની તૈયારીઓ?!
ગુજરાતમાં ગમે તે સમયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ત્યારે અધિકારીઓની બદલીઓનો દૌર પણ શરૂ થઈ ગયો છે. પોલીસકર્મચારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં એકસાથે ૭૬ ડીવાયએસપીની બદલી કરી દેવાઈ છે. હવે આગામી સમયમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓનો પણ તખતો તૈયાર થઈ ગયો છે. આ બદલીઓને ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવે છે. ફરીવાર આઈએએસ ઓફિસરોની પણ બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગૃહ વિભાગે વધુ એકવાર મોટા ફેરફારો કર્યા છે. રાજ્યના બિન હથિયારધારી ૭૬ ડીવાયએસપીની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે, જેમાં ખંભાળિયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી થઈ છે.
તો બી.વી. પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી કરાઈ છે. અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલીના આદેશ અપાયા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. એક જગ્યાએ ઘણા સમયથી ફરજ બજાવતા ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવશે એવી વાતો વહેતી થઈ હતી. ઘણા સમયથી પેન્ડિંગ રહેલી આ બદલીઓ દિવાળીના સમયે થતા ઘણા પોલીસ અધિકારીઓને રાહત મળી છે. બીજી તરફ આગામી ચૂંટણીની જાહેરાત કોઈપણ સમયે થઈ શકે એમ હોવાથી અધિકારીઓને ઝડપથી ચાર્જ લઈ લેવા તૈયારી કરવી પડશે. ૭૬ ડીવાયએસપીની બદલીઓ બાદ હવે આઈપીએસ અધિકારીઓની બદલીઓની રાહ દેખાઈ રહી છે. અલગ અલગ કારણસર વિલંબમાં પડેલી આઈપીએસ અધિકારીઓની બદલીને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
ચૂંટણીને કારણે મહત્ત્વની જગ્યાએ બદલી થાય એવી પોલીસબેડામાં ચર્ચાઓ થઈ રહી છે. ડીઆઈજી સહિતના અધિકારીઓ એક જ જગ્યાએ ઘણા સમયથી ફરજ બજાવતા હોવાથી તેમની પણ ચૂંટણીલક્ષી બદલી આવવાની હતી, પરંતુ અનેક કાર્યક્રમોને કારણે તેમની બદલીઓ વારંવાર ટલ્લે ચડી છે. ગુજરાત સરકારે આઇએએસ અધિકારીઓની બદલીઓના હુકમો કર્યા છે, જેમાં ૨૦૧૨ની બેચના આઇએએસ રમેશ મેરજાને માત્ર ૯ દિવસમાં જ ભાવનગર કલેક્ટર પદેથી ખસેડીને ફરી અમદાવાદ મનપાના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનરપદે મુકાયા છે, જ્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી ડીકે પારેખીને ભાવનગર કલેક્ટરપદે બદલી કરવામાં આવી છે. ૧૨ ઓક્ટોબરે જ સરકારે જે ૨૩ આઇએએસ અધિકારીઓની બદલી કરી હતી ત્યારે અમદાવાદ મ્યુનિ.ના ડેપ્યુટીપદેથી મેરજાને ખસેડીને ભાવનગર મુકાયા હતા, પરંતુ શુક્રવારે થયેલા ઓર્ડરમાં ગઈ બદલીનો હુકમ મેરજાના કિસ્સામાં રિવર્સ કરાયો છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગના મામલતદાર કક્ષાના ૨૫ અધિકારીની બદલીના હુકમો સાથે બે અધિકારીના રિવર્સલના ઓર્ડર આવ્યા છે.
Recent Comments