fbpx
ગુજરાત

ગુજરાતીઓને ગોંધી રાખનાર બે આરોપીના ઘરે અને ઓફિસે એલસીબીના દરોડા

વિદેશ મોકલવાનુ કહીને દિલ્લી અને કોલકત્તામા ગુજરાતીઓને ગોંધી રાખનાર બે આરોપી ભાઇના ઘરે અને ઓફિસે એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. જેમા ગોદરેજ ગાર્ડન સીટીમા આવેલા મકાનમાંથી પોલીસને ૧૦ કરતા વધારે પાસપોર્ટ હાથ લાગ્યા છે. તે ઉપરાંત બેંક એકાઉન્ટ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેને લઇને આગામી સમયમા બે ભાઇઓ દ્વારા કેટલા ગુજરાતીઓ પાસેથી નાણાં ખંખેરવામા આવ્યા છે અને ગુજરાતીઓ કેટલા ભોગ બન્યા છે. તેની ચોકાવનારી માહિતી સામે આવી શકે છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.એચ.સિંધવની ટીમ દ્વારા દિલ્લી અને કોલકતામાં ગોંધી રાખવામા આવેલા ગુજરાતીઓને લઇને આરોપીઓને પકડવાની તપાસ કરવામા આવી રહી છે. જાેકે, હજુ સુધી આરોપી બંને ભાઇઓ સુશીલ રોય અને સંતોષ રોય પકડાયા નથી. પરંતુ પોલીસ દ્વારા ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા તેના બંધ મકાનમા તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસને વિદેશ જવા ઇચ્છુક ૧૦ કરતા વધારે લોકોના પાસપોર્ટ હાથ લાગ્યા હતા. તે ઉપરાંત તેનો પોતાનો પાસપોર્ટ અને બેંક એકાઉન્ટની વિગતો સામે આવી હતી.બંને ભાઇઓ એક જ મકાનમા ભાડેથી રહેતા હતા. તે પહેલા બે ભાઇઓ બે મકાન બદલી ચૂક્યા હતા. જ્યારે હાલમાં ગોર્ડન સીટીના મકાનમાં પણ ભાડેથી રહેતા હતા અને મૂળ બિહારના હોવાનું સામે આવ્યું છે.

જ્યારે નવરંગપુરામાં તેની ઓફિસ રાખવામા ૧૯ હજારના ભાડેથી ઓફિસ રાખવામા આવી હતી. જાેકે, ઓફિસનુ નામ અલગ રાખવામા આવ્યુ હતુ. યશ ગેલેક્ષી ટુર્સના નામથી ઓફિસ ચલાવતો હતો. બીજી ઓફિસનુ નામ યુબસી૧૮ એજયુકેશન પ્રા.લી. રાખવામા આવ્યુ હતુ. ઓફિસમાંથી ગ્રાહકોના કોરા ચેક પણ મળી આવ્યા છે. બે ભાઇઓ દ્વારા ૧૫ કરતા વધારે લોકોની સાથે છેતરપિંડી કરાઈ હોય તેવુ જાેવા મળી રહ્યુ છે.

Follow Me:

Related Posts