ગ્રાહક સામાન્ય રીતે અનુકૂળ સુવિધાઓ અને ડિસ્કાઉન્ટના આધારે ટ્રાન્જેક્શનનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે. જુદી-જુદી પેમેન્ટ સર્વિસ એપ્લિકેશન મારફત મળતાં ડિસ્કાઉન્ટના આધારે ગ્રાહક પેમેન્ટનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે. જાે કે, પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવો વચ્ચે ચૂકવણી માટે ૪૫ ટકા ગ્રાહકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે.લાઇટબિલ, કોર્પોરેશન બિલ, ટેલિફોન બિલ ભરવા જવામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઉપર લાઇનમાં ઊભાં રહેવાની ઝંઝટમાંથી બચવા માટે ઓનલાઇન પેમેન્ટ ઓપ્શન લોકપ્રિય થઇ રહ્યો છે. પરંતુ ‘ડિસ્કાઉન્ટ મેન્ટાલિટી’ના કારણે ૧૦૦માંથી ૯૦ ગ્રાહકો કેવી ડિસ્કાઉન્ટ ઓફર મળે છે તેના આધારે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વારંવાર બદલતાં હોવાનું જાેવા મળ્યું છે. યુપીઆઇ, પેટીએમ, ગૂગલ પે, એમેઝોન પે, ડેબિટકાર્ડ, પેપલ સહિતના ટ્રાન્ઝેક્શનમાં પણ ગ્રાહકો ડિસ્કાઉન્ટ મુજબ એપ બદલી નાંખે છે. લોકોના જીવનનો મહત્વનો ભાગ અને અંગ બની ચૂકેલા સ્માર્ટફોન મારફત નાણાકીય ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યાં છે. ૪૧ ટકા ગુજરાતીઓ યુપીઆઈ, યુએસએસડી આધારિત મોબાઈલ બેન્કિંગ મારફત નાણાકીય ટ્રાન્જેક્શન કરી રહ્યાં છે. માત્ર ચાર માસમાં યુપીઆઈ અને મોબાઈલ બેન્કિંગમાં ગુજરાતીઓનો હિસ્સો દોઢ ગણો વધ્યો છે. હાલ ૪૦.૫૬ ટકા ગુજરાતીઓ યુપીઆઈ અને યુએસએસડી આધારિત મોબાઈલ બોન્કિંગ સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે. એસએલબીસી, ગુજરાતના ડેટા અનુસાર, કુલ ખાતેદારોમાંથી ૯૩.૦૬ ટકા લોકો ઓછામાં ઓછી એક ડિજિટલ બેન્કિંગ સુવિધાનો લાભ લઈ રહ્યાં છે. જાે કે, ડેબિટ કાર્ડ મારફત ચૂકવણી આજે પણ હોટ ફેવરિટ છે. બેન્ક એકાઉન્ટ ધરાવતાં ૭૧.૦૭ ટકા લોકો ડેબિટ કાર્ડ ધરાવે છે. એટીએમમાંથી નાણાં ઉપાડવાનું ચલણ માર્ચ ત્રિમાસિકમાં ૫૦ ટકા વધ્યું હતું. જાે કે, યુપીઆઈ આધારિત ટ્રાન્જેક્શન અઢી ગણા વધ્યાં હતાં. માર્ચ ત્રિમાસિકમાં ૨૮.૧૨ કરોડ યુપીઆઈ ટ્રાન્જેક્શન જુલાઈ સુધીમાં ૧૭ ટકા વધ્યાં છે.
ગુજરાતીઓ ૪૧ ટકા નાણાકીય લેવડ-દેવડ યુપીઆઈ અને મોબાઈલ મારફત કરે છે

Recent Comments