fbpx
ગુજરાત

ગુજરાતી ક્રિકેટર પત્ની સાથે ઉજ્જૈનના બાબા મહાકાલના દર્શને પહોંચ્યા

ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર ઓલરાઉન્ડર અક્ષર પટેલ હાલ ત્રણેય ફોર્મેટમાં બેટ અને બોલ બંને વડે વિરોડી ટીમની ધોલાઈ કરી રહ્યો છે. દિલ્હીમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં અક્ષરે અડધી સદી ફટકારી હતી, અક્ષરની આ ઈનિંગે ઑસ્ટ્રેલિયાના ૨૬૩ રનના જવાબમાં ભારત ૭ વિકેટે ૧૩૯ રન પર સમેટાઈ ગયા પછી રોહિત શર્માની ટીમને ખોટ ઘટાડવામાં મદદ કરી હતી. અક્ષરે ૧૧૫ બોલમાં ૭૪ રન બનાવીને રવિચંદ્રન અશ્વિન સાથે આઠમી વિકેટ માટે ૧૧૪ રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાની લીડને માત્ર ૧ રન સુધી ઘટાડી દીધી હતી.

ભારતે આ મેચ છ વિકેટે જીતી લીધી હતી. જે બાદ હવે ભારત ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ૨-૦થી આગળ છે. ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની ત્રીજી ટેસ્ટ હવે ૧ માર્ચ, બુધવારથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં શરૂ થશે. ત્રીજી ટેસ્ટ મેચ શરુ થાય તે પહેલાં અક્ષર પટેલે તેની પત્ની મેહા સાથે ૨૭ ફેબ્રુઆરી, સોમવારે ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા. અક્ષર અને મેહાએ મહાકાલેશ્વર મંદિરમાં ‘ભસ્મ આરતી’માં ભાગ લીધો હતો.

ભસ્મ આરતી અહીં ખૂબ જ પ્રસિદ્ધ છે. તે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે ૪થી ૫ઃ૩૦ દરમિયાન કરવામાં આવે છે. આ નવપરણિત દંપતીએ નંદીહાલમાં બેસીને ભસ્મ આરતી જાેઈ હતી. જે બાદ તેઓ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો. મંદિરમાં પૂજા કર્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. અક્ષરે કહ્યું કે તે ૫ વર્ષ પહેલાં પણ બાબા મહાકાલેશ્વરના દર્શન અર્થે આવ્યો હતો, પરંતુ તે સમયે ભસ્મ આરતીમાં હાજરી આપી શક્યો ન હતો.

બાબા મહાકાલની ભસ્મ આરતી જાેવાનું તેમનું સપનું સોમવારે પૂરું થયું હતું. દંપત્તિએ ભસ્મ આરતીમાં ભાગ લઈને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો. તેઓ બાબા મહાકાલના પરિસરમાં ૨ કલાકથી વધુ સમય સુધી હાજર રહ્યા હતા. તેમણે નંદીહાલમાં બેસીને શિવ પૂજા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નવવિવાહિત દંપતી ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટીએ પણ ૨૬ ફેબ્રુઆરી, રવિવારે મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી અને આશીર્વાદ લીધા હતા.

રાહુલ અને અથિયાએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને ગર્ભગૃહમાં બાબા મહાકાલને જલ અર્પણ કર્યું હતું. મંદિરના પૂજારી આશિષ પૂજારીએ જણાવ્યું કે, ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ લગ્ન બાદ પહેલીવાર બાબા મહાકાલના દર્શન કર્યા હતા. તેઓએ વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી અને ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ટીમ બને તેવી પણ શુભકામના કરી હતી.

Follow Me:

Related Posts