ગુજરાત

ગુજરાતી ખેલાડી ભાવિનાનું ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રશંસનીય પ્રદર્શન

ટોક્યો પેરાલિમ્પિકની મહિલા સિંગલ્સની ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિના પટેલે ગ્રુપ સ્ટેજની બીજી મેચ જીતી લીધી છે. તેણે મહિલા સિંગલ્સ ક્લાસ-૪ના ગ્રુપ-છમાં ગ્રેટ બ્રિટનની ખેલાડી મેગન શૈકલટનને ૩-૧થી હરાવી હતી. ઈન્ડિયન ખેલાડીએ પહેલો સેટ પોતાને નામ કર્યો હતો, પરંતુ બીજા સેટને જીતી બ્રિટનની મેગને કમબેક કર્યું હતું. પરંતુ ત્યારપછી ભાવિનાએ બેક ટુ બેક મેચ વિનિંગ રેલી રમીને મેચ પોતાને નામ કરી હતી. તો બીજી બાજુ સોનલ પટેલ નોકઆઉટમાં ક્વોલિફાય કરી શકી નથી. તે દક્ષિણ કોરિયન લી મી ગ્યુ સામે ૧૨-૧૦, ૫-૧૧, ૩-૧૧, ૯-૧૧થી હારી ગઈ હતી.ટોક્યો પેરાલિમ્પિકનાં પહેલા દિવસે (બુધવારે) ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. ગઇકાલે રમાયેલી મહિલા સિંગલ્સ ક્લાસ-૪ ગ્રુપ છની મેચમાં ચીની ખેલાડી ઝોઉ યિંગએ ૩-૦થી ભાવિના પટેલને હરાવી હતી. તેણે આ મેચમાં ૧૧-૩, ૧૧-૯, ૧૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતની સોનલ પટેલ પણ બુધવારે ટેબલ ટેનિસની મેચ હારી ગઈ હતી. તેને મહિલા સિંગલ્સ ક્લાસ-૩ ગ્રુપ ડ્ઢની મેચમાં ચીની ખેલાડી લી કિયાને ૩-૨થી હરાવી હતી. તેવામાં ગુરૂવારે પણ સોનલ પટેલ વુમન સિંગલ્સ ક્લાસ ૩ના ગ્રુપ ડ્ઢની મેચ દક્ષિણ કોરિયન લી મી ગ્યુ સામે ૧૨-૧૦, ૫-૧૧, ૩-૧૧, ૯-૧૧થી હારી ગઈ હતી. જેના કારણે તે નોકઆઉટ માટે ક્વોલિફાય કરી શકી નથી. આ દરમિયાન દેવેન્દ્ર ઝાઝરિયા અને સંદીપ ચૌધરી સહિત ૧૨ ખેલાડીઓની ટીમ પેરાલિમ્પિક ગેમમાં ભાગ લેવા માટે બુધવારે ઈન્ડિયાથી ટોક્યો જવા ઉડાન ભરી હતી. આ ટીમમાં હાઇ જંપના ૨ ખેલાડી નિષાદ કુમાર અને રામપાલ તથા ડિસ્ક્સ થ્રોના એથ્લીટ યોગેશ કથુનિયા પણ સામેલ છે. દેવેન્દ્ર ઝાઝરિયાએ એથેન્સ અને રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Related Posts