બોલિવૂડ

ગુજરાતી ‘વશ’ની રીમેકમાં અજય દેવગને એક્ટ્રેસ જ્યોતિકાની પસંદગી કરી

ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક બનાવવાની અજય દેવગને અગાઉ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં તેઓ પ્રોડ્યુસર અને એક્ટરની બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે. અગાઉ અજય દેવગને સાઉથની રીમેક દૃશ્યમમાં લીડ રોલ કર્યો હતો. સાઉથ બાદ હવે તેઓ ગુજરાતી ફિલ્મની રીમેક માટે તૈયારી કરી રહ્યા છે. અગાઉ આ ફિલ્મમાં અજય દેવગન સાથે લીડ રોલમાં માધવનની પસંદગી થઈ હતી. હવે ફિલ્મની કાસ્ટમાં સાઉથની પોપ્યુલર સ્ટાર જ્યોતિકાની પણ એન્ટ્રી થઈ છે. અજય દેવગન અને વિકાસ બહેલ ‘વશ’ની રીમેક બનાવી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, અજય અને માધવનની સુપર નેચરલ થ્રિલર ફિલ્મમાં સાઉથની જાણીતી એક્ટ્રેસ જ્યોતિકાની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મ સાથે જ્યોતિકા લાંબા સમય બાદ હિન્દી ફિલ્મમાં કામ કરશે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. જૂન મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ‘સુપર ૩૦’ અને ‘ક્વીન’ જેવી ફિલ્મો બનાવનાર વિકાસ બહેલ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિંદી રિમેક બનાવશે. અજય દેવગણ જૂનમાં ‘વશ’ રીમેકનું શૂટિંગ શરૂ કરશે. મસૂરી, લંડન અને મુંબઈ સહિતના લોકેશન્સ પર ફિલ્મનું શૂટિંગ થશે. અજય દેવગણ, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક ફિલ્મના પ્રોડ્યુસર અને વિકાસ બહેલ તેના ડાયરેક્ટર હશે. અજય દેવગણના અન્ય પ્રોજેક્ટ્‌સમાં તેમની ‘મૈદાન’ જૂન ૨૦૨૩માં રિલીઝ થશે. ઉપરાંત, તે ‘ચાણક્ય’ અને ‘રેડ ૨’ જેવી ફિલ્મો પણ કરી રહ્યા છે. જાેકે, હજુ તેની જાહેરાત બાકી છે.

Follow Me:

Related Posts