fbpx
બોલિવૂડ

ગુજરાતી વેબ સિરિઝ ‘ઈતહાર’ ખૂબ જ અલગ વાર્તા જાેવા મળશે

જીવનની જેમ સંબંધોમાં પણ ક્યારેય સ્થિરતા હોતી નથી અને વ્યક્તિગત રીતે વૃદ્ધિની સાથે સંબંધોમાં પણ બદલાવ આવે છે. આ બદલાવની અસર અંગે ગુજરાતી વેબ સિરિઝ ‘ઈતહાર’ (નિઃસ્વાર્થ)માં વાત થઈ છે. ઈતહારમાં ઇશાન અને દિશાની વાર્તા છે, જે ૫ વર્ષથી વધુ સમયથી લાંબા અંતરના સંબંધમાં છે. તેમની વચ્ચેનો પ્રેમ ઓછો થઈ રહ્યો છે, વાતચીતો સુકાઈ રહી છે, અને ભાવનાત્મક અંતર ધીમે ધીમે વધી રહ્યું છે.

આ બધાની અંદર, શું પ્રેમ હજી જીવંત છે? દિગ્દર્શક સાહિલ ગડાએ જણાવ્યું હતું કે, ‘ઇતહારમાં જટિલ લોકોની સરળ વાત છે, જે બે વ્યક્તિઓના સંબંધની વાત છે.’ અભિનેતા અભિનય બેંકર કહે છે, ‘ઈતહારની સ્ક્રિપ્ટ મળી, ત્યારે મને તેની સાથે એક સ્વતંત્રતા પણ મળી. અભિનેતા તરીકે, દિગ્દર્શક અને લેખક તમારી કલ્પના અને વિચાર પ્રક્રિયા અનુસાર પાત્રને નિભાવવા માટે તમને સર્જનાત્મક સ્વતંત્રતા આપે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને ગ્રેટ અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી સાથે કામ કરવા મળ્યું, જેને હું થિયેટર દ્વારા વર્ષોથી ઓળખું છું પરંતુ તેમની સાથે કામ કરવાનો મોકો આજ સુધી મળ્યો નહી.

ઇતહાર એક એવા કપલની ખૂબ જ મીઠી વાર્તા છે જેની સાથે દરેક વ્યક્તિ પોતાને જાેડી શકે છે.’ અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી કહે છે, ‘ઇતહાર એ લાગણી અને સંબંધો સાથે મિશ્રિત એક ખૂબ જ અલગ વાર્તા છે. ડાયરેક્ટર સાહિલ મારી પાસે આ સ્ક્રિપ્ટ લઈને આવ્યા અને મેં વાર્તા સાંભળી ત્યારે મને લાગ્યું કે, આ અદભૂત વાર્તા છે.’

Follow Me:

Related Posts