મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કૉલેજ દેવરાજનગરના બી.એ.વિભાગમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતી ૧૯ વિદ્યાર્થિનીએ સુરેન્દ્રનગરના સાયલા મુકામે યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં ભાગ લીધો હતો. ગુજરાત સાહિત્ય પરિષદનું ૩૩મું જ્ઞાન સત્ર સુરેન્દ્રનગરના સાયલા મુકામે યોજાયું હતું. જે કુમારપાળ દેસાઈ, રઘુવીર ચૌધરી, ક્રિષ્ના કીમ્બહુને, પ્રકાશ શાહ જેવા નામાંકિત લેખકોના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યું હતું. આ જ્ઞાન સત્રમાં નંદકુવરબા મહિલા કૉલેજ દેવરાજનગરમાં બી.એ. વિભાગમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતી ૧૯ વિદ્યાર્થિનીએ ભાગ લઇ સાહિત્ય પરિષદની તમામ બેઠકોમાં મહાનુભાવોના અનુભવનો લાભ લીધો હતો.
ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કૉલેજની ૧૯ વિદ્યાર્થિનીઓએ લીધો ભાગ


















Recent Comments