૩૬મી નેશનલ ગેમ્સની અમદાવાદ ખાતે શરૂઆત થઇ છે. જેમાં હાલ કબડ્ડી અને નેટબોલ તથા બાસ્કેટ બોલની રમત અમદાવાદ અને ભાવનગરમાં રમાઈ રહી છે. ત્યારે નેશનલ ગેમ્સમાં ગુજરાતના પુરુષોએ પુલ-એ મેચમાં સેકન્ડ નંબર ધરાવતી ટીમ ગોવાને ૫૬-૨૭થી હરાવ્યું હતું. ગુજરાતની ટીમ જીતતાં જ હાજર તમામ લોકોને ખુશ કરી દીધા હતા. જાેકે, ગુજરાત ની મહિલા ટીમ માટે વિજયી શરૂઆત થઇ શકી નહોતી. નંબર ૧ ટીમ બિહાર સામે તેઓએ તેમની પુલ એ હરીફાઈમાં ૧૫-૩૮થી હારી ગઈ હતી. આ સિવાય ભાવનગરમાં નેટબોલ તથા બાસ્કેટ બોલની ગેમની શરૂઆત થઈ હતી, જેમાં યજમાન ટીમ ગુજરાતે શરૂઆતના મુકાબલામાં નેશનલ ચેમ્પિયન હરિયાણાનો સામનો કર્યો હતો.
ગુજરાતની પુરૂષોની ટીમ અંડરડોગ્સ, તેમની મેચમાં જુસ્સાદાર લડત સાથે રમ્યા હતા. પરંતુ ૪૭-૬૦ થી હાર થઇ હતી. પ્રથમ બે ક્વાર્ટરમાં હરિયાણા ૧૩-૧૧ની લીડ સાથે આગળ હતાં. હાફ ટાઈમમાં લીડ બે પોઈન્ટથી વધુ લંબાય નહીં તેની ખાતરી કરીને ગુજરાતે લીડ વધારવાં દીધી ન હતી. હિમાંશુ ૨૮ પોઈન્ટ સાથે યજમાન ટીમ માટે સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. જ્યારે વિકાસે ૧૧ પોઈન્ટ અને મનોજ ટાંકે ૮ પોઈન્ટ મેળવ્યા હતા. ગુજરાતના સુકાની વિકાસ પ્રજાપતિએ કહ્યું કે, તેમની ટીમ ખૂબ સારી રીતે રમી, પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં બચાવ કરવામાં તેમની નિષ્ફળતાએ તેમને નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું હતું કે, અમે આગામી મેચોમાં આ ભૂલોને ચોક્કસ સુધારીશું.
Recent Comments