ગુજરાત

ગુજરાત અને ભારતમાં કોરોના સંક્રમણમાં થયો વધારો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારના રોજ જાહેર કરાયેલા સરકારી ડેટા મુજબ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં૭,૨૪૦ નવા કોવિડ -૧૯ કેસ અને ૮ મૃત્યુ નોંધાયા છે. આમ દૈનિક કેસમાં લગભગ ૪૦ નો વધારો નોંધાયો છે. દેશમાં સક્રિય કેસલોડ વધીને૩૨,૪૯૮ થઈ ગયો છે. ભારતે પણ ૩,૫૯૧ રિકવરી નોંધાઇ છે. હાલમાં દેશમાં સક્રિય કેસનો લોડ વધીને ૩૨,૪૯૮ થયો છે. આ સાથે ભારતમાંછેલ્લા ૨૪ કલાકમાં ૮ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં બુધવારના રોજ કોવિડ સંક્રમણમાં વધુ એક નોંધપાત્ર વધારો નોંધાયો છે. કારણ કે, છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસમાં૪૨ ટકાથી વધુનો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં દૈનિક ટેસ્ટ લગભગ ચાર મહિના પછી ૨,૦૦૦ ના આંકને વટાવી ગઈ છે, જ્યારે મુંબઈનાનવા નોંધાયેલા પોઝિટિવ કેસ ૧,૭૬૫ પર ૧૩૩ દિવસની ટોચે પહોંચ્યા છે. મુંબઈમાં સક્રિય કેસની સંખ્યા ૭,૦૦૦ પર પહોંચી છે, જે રાજ્યની સંખ્યાને લગભગ ૧૦,૦૦૦ (૯,૮૦૬) સુધી પહોંચાડે છે. રાજ્યમાં કોવિડના૨,૭૦૧ નવા કેસ નોંધાયા છે, જે ૧૭ ફેબ્રુઆરી પછી ૨,૭૯૭ નોંધાયા બાદ તેની સૌથી વધુ સિંગલ-ડે શોધ છે. ફેબ્રુઆરીમાં આ સમયે ત્રીજીલહેર પોતાના પીક પર રહી હતી. મુંબઈમાં બુધવારના રોજ ૧,૭૬૫ કોવિડ કેસની સંખ્યા ૨૬ જાન્યુઆરી (૧,૮૫૮ કેસ) પછી સૌથી વધુ હતી. કેસોમાં તીવ્ર વધારાની સાથે,શહેરમાં બુધવારના રોજ ૮૩ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જે મંગળવારના રોજ ૭૪ હતા.

રાજ્યમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી.ગુજરાતમાં કોરોના સંક્રમણના ૧૧૧ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જાે શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં ૫૦, વડોદરામાં ૨૫ કેસ, સુરતમાં ૧૦ કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટમાં ૯ કેસ તેમજ ગાંધીનગર અને વલસાડમાં ૫-૫ કેસ નોંધાયા છે. તેમજ જામનગરમાં ૩ કેસ, આણંદમાં ૨ અને મોરબી, મહેસાણામાં ૧-૧ કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૯૪૪ થયો છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૨,૧૪,૩૦૯ દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૪૫ થઇ છે. જે તમામની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર ૯૯.૦૭ ટકા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૬,૩૪૯ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ ૧૧,૦૩,૨૭,૩૪૬ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદના શહેરી વિસ્તારમાં ૪૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં ૨ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે શહેરી વિસ્તારમાં ૨૩ લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જાે રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં ૮૧૮૭ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૯૩૩ વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધોછે. રાજકોટના શહેરી વિસ્તારમાં ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં ૨ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આસાથે શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જાે રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં૧૦૧૯ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૮૧૫ વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Follow Me:

Related Posts