અમદાવાદ,શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટાડા સાથે બંધ થયા હતા. ક્રૂડના ભાવમાં નરમાઈની ઈંધણની કિંમતો પર બહુ અસર થઈ નથી. આ દરમિયાન દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે ૬ વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન ૨૦૧૭ પહેલા દર ૧૫ દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો. ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત અને હરિયાણામાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે,
જ્યારે પંજાબ, રાજસ્થાન, હિમાચલ, જમ્મુ-કાશ્મીરમાં ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. ચાલો જાણીએ કે અન્ય રાજ્યો અને મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ શું છે. દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૯૬.૭૨ રૂ. અને ડીઝલ ૮૯.૬૨ રૂ. પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. ૧૦૬.૩૧ રૂ. અને ડીઝલ ૯૪.૨૭ રૂ. પ્રતિ લીટર
- કોલકાતામાં પેટ્રોલ રૂ. ૧૦૬.૦૩ રૂ. અને ડીઝલ ૯૨.૭૬ રૂ. પ્રતિ લીટર
- ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. ૧૦૨.૬૩ રૂ. અને ડીઝલ ૯૪.૨૪ રૂ. પ્રતિ લીટર
- નોઈડામાં પેટ્રોલ ૯૬.૯૪ રૂપિયા અને ડીઝલ ૯૦.૧૧ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત ૯૬.૪૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
- લખનઉમાં પેટ્રોલ ૯૬.૫૭ રૂપિયા અને ડીઝલ ૮૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
- પટનામાં પેટ્રોલ ૧૦૭.૩૦ રૂપિયા અને ડીઝલ ૯૪.૦૯ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.


















Recent Comments