ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લાના તમામ ફાળવણીદારોને (ઔદ્યોગિક પ્લોટ, વાણિજ્ય પ્લોટ, રહેણાંક પ્લોટ વગેરે તમામ) જણાવવાનું કે, નિગમ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના રેવન્યુ ચાર્જ નક્કી થઈ ગયેલ છે અને તેની વ્યાજ વિના/વગર ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૬/૨૦૨૪ છે. નિગમની વેબસાઈટ https://www.gidc.gujarat.gov.in/ પર QUICK LINK મા આપેલ Online plot/shed payment of dues વિકલ્પ પરથી ઓનલાઈન બાકી લ્હેણા ભરી શકશો તથા બિલ પણ મેળવી શકાશે. વધુમાં નિગમની વેબસાઈટ પર QUICK LINK માં આપેલ GST REGISTRATION પરથી GST નંબર અપડેટ કરી શકાશે તેમ જી.આઇ.ડી.સી,ભાવનગરના પ્રાદેશિક મેનેજરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લાના ફાળવણીદારો ઓનલાઇન બાકી લ્હેણા ભરી શકશે

Recent Comments