અમરેલી રાજ્યકક્ષાની ઉપર ગુજરાત કરાટે સ્પર્ધામાં સરસ્વતી વિદ્યામંદિર SSVM ના વિદ્યાર્થી વિજેતા થયા. ભાવનગર મુકામે યોજાયેલ ઓપન ગુજરાત વડકોઈ કરાટે ચેમ્પિયનશિપમાં કુમિત્તે (ફાઈટ) ઇવેન્ટમાં નિર્ભયા એકાદમી મારફતે તાલીમ પામેલ સરસ્વતી વિદ્યામંદિર અમરેલીના વિદ્યાર્થી દોમડીયા તરંગ ઉંમર વર્ષ 14 થી 15 જૂથમાં સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવેલ છે. જ્યારે આ જ જૂથની બહેનોની સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની બસન રીધીબેન સમગ્ર રાજ્યમાં સેકન્ડ રેન્ક મેળવેલ છે આ બંને વિદ્યાર્થીઓ વિશાખાપટ્ટનમ ખાતે રાષ્ટ્રીય લેવલની કરાટે સ્પર્ધામાં ભાગ લેવા જશે.
ગુજરાત કરાટે સ્પર્ધામાં સરસ્વતી વિદ્યા મંદિર ના છાત્ર દોમડીયા તરંગ સમગ્ર ગુજરાત માં ફર્સ્ટ રેન્ક મેળવ્યા

Recent Comments