ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક ૨ દિવસના ગુજરાત પ્રવાસેગુજરાતમાં કોંગ્રેસ આક્રમકતાથી લડશે : મુકુલ વાસનીક

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક ૨ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ કોંગ્રેસની કોર કમિટી બેઠકમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ આવ્યા બાદ મુકુલ વાસનીકે કહ્યું, કોંગ્રેસના આવનાર દિવસના કાર્યક્રમો નક્કી કરાશે. ગુજરાતમાં ખોવાયેલી રાજકીય જગ્યાને પુનઃ મેળવીશું. સંગઠનમાં સમયાંતરે જરૂરી બદલાવ કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસ આક્રમકતાથી લડશે. ૬ રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓના પરિણામો અંગે મુકુલ વાસનીકે નિવેદન આપતાં કહ્યું, પેટા ચૂંટણીના પરિણામો ગઠબંધનની માત્ર શરૂઆત છે.
ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ એલાયન્સથી પ્રજામાં આત્મવિશ્વાસ ઉભો થયો છે. ભવિષ્યમાં પણ ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ એલાયન્સ સારા પરિણામો આપશે. રાજ્યસભાના સાંસદ વાસનીકના માથે ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાનો સૌથી મોટો પડકાર છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રઘુ શર્માને ગુજરાતના પ્રભારી પદેથી હટાવાયા હતા. ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીનું પદ ખાલી હતું. કેન્દ્રમાં મોટું નામ ધરાવનાર મુકુલ વાસનીક ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યારે ૨૦૧૪ અને ૨૦૧૯માં તમામ ૨૬ બેઠકો હારેલી કોંગ્રેસ માટે વાસનીક કેટલા લકી સાબિત થાય છે તે જાેવું રહ્યું. પણ હાલ તો મિશન ૨૦૨૪ના જંગ માટે શક્તિસિંહને મુકુલ વાસનીકનો સાથ મળ્યો છે. અને આ જાેડી કેટલી સફળ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પ્રભારીની નિમણૂંક સાથે હવે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ નવા બદલાવ આવશે તે નક્કી છે.
Recent Comments