વડીયા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ દ્વારા સંતશ્રી વેલનાથ બાપુ મંદિર ખડખડ ધામે રૂપિયા ૧૫ લાખનું દાન આપવાનું હોય જેમાંથી ૨.૫૦ લાખ રૂપિયા રોકડ મંદિરના મહંત શ્રી ભાવનાથ બાપુ તથા સાંઈનાથ બાપુ ને અમરેલી જિલ્લા ઠાકોર સેનાના સંજયજી ઠાકોર લાઠી તાલુકા પ્રમુખ , બલવંત ઠાકોર ઉપપ્રમુખ લાઠી તાલુકા, અનિલજી ઠાકોર અમરેલી તાલુકા પ્રમુખ, નિકુંજ ધાખડા મહામંત્રી અમરેલી તાલુકા, પ્રવિણભાઈ મોલાડીયા, અમરેલી શહેર પ્રમુખ, નિતીનભાઈ રાધનપરા, નિતીનભાઈ કાલરીયા આસોદર તથા ભરતભાઈ રાઠોડ આસોદર અને હોદેદારો દ્વારા આપવામાં આવ્યા હતા. જેથી નવનિર્માણ પામી રહેલ મંદિરનું કામ પુર્ણતા ના આરે હોવાથી જલ્દી પૂર્ણ થાય. અને અલ્પેશજી ઠાકોર સાહેબ ના ૧૫ લાખ દાન માંથી કુલ ૯.૫૦ લાખ રકમ મંદિરના નિર્માણ કામમાં મળી ગયેલ છે. આ તકે અમરેલી જિલ્લાના તાલુકા પ્રમુખશ્રી અને હોદેદારોને દર્શન કરવાનો લ્હાવો મળ્યો એ બદલ ધન્યતા મળી હતી સર્વને…
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર તરફ થી સંતશ્રી વેલનાથ બાપુ મંદિર ખડખડધામ ને રૂ. ૧૫ લાખનું દાન

Recent Comments