ગુજરાત

ગુજરાત ખેત ઉત્પન્ન બજાર(સુધારા) અધિ નિયમ-૨૦૨૦માં થયેલ સુધારા પરત ખેંચો : હર્ષદ રિબડીયા

વિસાવદર ભેસાણ મત વિસ્તારના ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદભાઈ રિબડીયા એ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરી જણાવેલ છે કે, ગુજરાત રાજ્યમાં સને ૧૯૬૩ થી ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ ૧૯૬૩ ની જોગવાઈ ગુજરાત રાજ્યમાં માર્કેટિંગ યાર્ડ નું સંચાલન ખૂબ જ વ્યવસ્થિત થતું હતું અને ગુજરાતના તમામ ખેડૂતોને આ વ્યવસ્થાથી ખૂબ જ સંતોષ હતો પણ કેન્દ્ર સરકારે ત્રણ કાળા કૃષિ કાયદા લાવ્યા જે અનુસંધાને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સને 2020 નું ગુજરાતમાં સુધારો કરી ખેડૂતોના હક્કો છીનવી લઇ માર્કેટ યાર્ડ અને ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી દીધેલ છે હાલમાં ગુજરાતમાં બે પ્રકારનાં ખેત બજાર ચાલે છે જેમાં એક સરકારી નિયંત્રણ વાળું લાયસન્સ ધરાવતા વેપારીઓ કમિશન એજન્ટો દ્વારા ચાલતું નિયંત્રિત બજાર અને બીજું કોઈ પણ નિયંત્રણ વગર નું માર્કેટ યાર્ડની બહાર કોઇપણ જાતના લાગ્યું વગર ચાલતું બિનઅધિકૃત બજાર કાયદાથી પ્રોત્સાહન મળે છે જેનાથી ખેડૂતોનું શોષણ થાય છે.

મારે આપશ્રી ને જણાવવાનું કે બિન અધિકૃત રીતે ચાલતા વેપારમાં તોલ માપમાં કોઇ નિયત્રંણ નથી ખેડૂતો અને વેપારીના વિવાદમાં ખેડૂતો કોર્ટમાં જઈ શકતા નથી હાલમાં માર્કેટ યાર્ડ બહારના વેપારમાં સરકારનું કોઇ નીયત્રન નથી યાર્ડ ની બહાર થતા વેપારનું પ્રમાણ ખૂબ વધી ગયેલ છે જેના કારણે ઘણી એપીએમસીમાં ઓ બંધ થય ગયેલ છે.પરંતુ હવે થોડા સમય પહેલા લોક સભાના માં ૩ કૃષિ કાયદા અને કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલ છે જે ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા અધિનિયમની ૨૦૨૦ વિધેયક ક્રમાંક ૨૮ ગુજરાત રાજ્યના ખેડુતોના તથા બજાર સમિતિઓના હિતમાં રદ કરવા વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts