ગુજરાત ગેસે પાંચ મહિનામાં ચોથી વખત વધાર્યો ભાવ, 82.16 પર પહોચ્યો ભાવ
ગુજરાત ગેસ કંપનીએ વર્ષ 2022 ના પાંચ મહિનામાં ચોથીવાર ભાવ વધારો કરતાં સીએનજીનો ભાવ 82.16 પર પહોંચ્યો CNGમાં 49 દિવસમાં 16.42નો વધારો ખેડા જિલ્લામાં સીએનજીનો પુરવઠો પૂરો પાડતી ગુજરાત ગેસ કંપનીને જાણે કે ગ્રાહકોને લૂંટવાનો ઉગાડો પરવાનો મળ્યો હોય તેમ સીએનજીના ભાવમાં બેફામ વધારો કરવામાં આવી રહ્યો છે.
અગાઉ 12 એપ્રિલના રોજ રૂ.2.58 નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જેના 26 દિવસ બાદ એટલે કે 10 મેના રોજ ફરી રૂ.2.60 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સીએનજી રૂ.82.16 પર પહોંચી ગયો છે. પેટ્રોલ, ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ ધરખમ વધારો થતા સામાન્ય વર્ગ પર મોંઘવારીનો અસહ્ય માર પડશે. દેશમાં મોંઘવારી જાણે કે અટકવાનું નામ લઈ રહી નથી. પેટ્રોલ, ડિઝલ અને તેલના ભાવ હરરોજ વધી રહ્યા છે. જેનાથી બચવા એક સમયે મધ્યમવર્ગીય ગ્રાહકો સીએનજી કાર વસાવતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં થયેલા અસહ્ય ભાવ વધારાને કારણે મધ્યમવર્ગીય ગ્રાહકો પણ હવે ભાવ વધારાની જાળમાં ફસાઈ ગયા છે. ખેડા અને તેની આસપાસના વિસ્તારમાં સીએનજીનો પુરવઠો સપ્લાય કરતી ગુજરાત ગેસ એજન્સી દ્વારા મંગળવાર મધ્ય રાત થી ભાવમાં રૂ.2.60 નો વધારો ઝીંકી દેતા ગેસનો ભાવ રૂ.82.16 પર પહોંચી ગયો છે.
છેલ્લા 49 દિવસમાં સીએનજીના ભાવમાં આ બીજો વધારો છે. જ્યારે વર્ષ 2022 ના પાંચ મહિનામાં આ ચોથીવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. મહત્વની વાત છેકે સીએનજી કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં ભાવમાં 7 વાર વધારો કરતા એક વર્ષમાં ગેસની કિંમત કુલ રૂ.29.71 વધી ગઈ છે. જે રીતે સીએનજી ના ભાવ વધી રહ્યા છે તેને જોતા તે ઝડપી રૂ.100 તરફ પહોંચી રહ્યો છે. સરકાર આ કંપનીઓ પર નિયંત્રણ લગાવે તે જરૂરી સીએનજીના ભાવમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે અસહ્ય છે. છેલ્લા એક વર્ષમાં રૂ.29 અને વર્ષ 2022 ના પાંચ મહિનામાં ચાર વાર ભાવ વધારો થતા મોંઘવારી કાબુ બહાર જતી રહી છે. પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધારાની સીધી અસર અન્ય ચીજવસ્તુઓ પર થાય છે, જેના કારણે સીધે સીધી મોંઘવારી પણ વધી રહી છે.
Recent Comments