fbpx
ભાવનગર

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેહેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

ભાવનગર શહેરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૨૧-૦૧-૨૦૨૪ નાં રોજ આદિજાતી વિકાસ અધિકારી વર્ગ -૨ ની જગ્યાઓ ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા સવારનાં ૧૧-૦૦ થી ૦૨-૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.

જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનનાં ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનાં ઉપયોગ પર તથા ૧૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોનાં એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેના ઉપયોગ પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબનાં પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ આ જાહેરનામુ લાગુ પડશે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. આ
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નિચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામા આવે છે.

Follow Me:

Related Posts