ગુજરાત દર્દી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ૨૫૦ ગરીબ પરિવારો ને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ની ઉપસ્થિતિ માં સીટીઝન સેવા મંડળ ના બંસીદાદા ના હસ્તે કીટ વિતરણ કરાય
અમદાવાદ ગુજરાત દર્દી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ૨૫૦ પરિવારો ને કીટ વિતરણ કરાય તા.૨૨-૫-૨૦૨૨ રવિવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ૨૫૦ જેટલા પરિવારોને અનાજ-કરિયાણુ-મસાલા કીટનું વિતરણ ઈશ્વર ભુવન, કોમર્સ છ રસ્તા નવરંગપુરા ખાતે મુખ્ય મહેમાન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને વસ્ત્રાપુર લેક સીનીયર સીટીઝન સેવા મંડળના પ્રમુખશ્રી બંસીદાદાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સર્વ ટ્રસ્ટી મંડળ, કર્મચારી મિત્રો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સંસ્થા દ્વારા સીવીલ હોસ્પિટલ અસારવા અને સોલા ખાતે અન્નપૂર્ણા રથ રીક્ષા દ્વારા દરરોજ બપોરે દર્દી અને તેના સગાને દરરોજ ૭૦૦ જેટલા ટીફીન પહોંચાડવાનું કાર્ય કરી રહેલી છે.
Recent Comments