દશનામ ગોસ્વામી સાધુ સમાજ નું શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે અમરેલી કામધેનું ગૌશાળા ના પ્રમુખ, જીલ્લા હિન્દુ સેના ના ઉપપ્રમુખ, અમરેલી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ ધર્મેન્દ્રગીરી ગોસ્વામી ની પ્રમુખ તરીકે અને યુવા પ્રમુખ તરીકે કૃષ્ણગીરી એમ. ગોસ્વામી કાનાભાઈ લીંબડી ની વરણી થતા સમગ્ર ગુજરાત માં વસતા દશનામ ગોસ્વામી સમાજ માં હર્ષ ની લાગણી પ્રસરી જવા પામી હતી હમેશા સંતો ની સેવા માં તત્પર રહેતા અને સંતો સાથે આત્મીયતા ધરાવતા સમાજ ને જ્યાં જરૂર પડે ત્યાં તન મન ધન હાજર રહેતા સમાજ માં સમુહલગ્નોત્વ, ઈનામ વિતરણ, પરિચય મેળો, ભંડારા વગેરે જગ્યા પોતાનું આર્થીક ફંડ આપી ઉદારતા દાખવતા કૃષ્ણગીરી લીંબડી ને સામાજીક, રાજકીય, સંતો મહંતો સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા યુવા પ્રમુખ બનવા બદલ અભિનંદન ની વર્ષા થઈ રહી છે.
ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ના પ્રમુખ તરીકે ધર્મેન્દ્રગીરી અને યુવા પ્રમુખ તરીકે ક્રુષ્ણગીરી ની વરણી કરવામાં આવી

Recent Comments