ભાવનગર

ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ બાબત

        આથી શાહૂકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભાવનગરની યાદી જણાવે છે કે, રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા.૧૭/૦૬/૨૦૨૨ના પરિપત્રથી રાજ્યમાં ગુજરાત નાણાની ધિરધાર કરનાર બાબત અધિનિયમ-૨૦૧૧ તથા નિયમો-૨૦૧૩ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે “E-COOPERATIVEPORTAL લોન્ચ કરવામાં આવેલ છે.

        જે મુજબ તમામ નાણાંની ધિરધાર કરનારાઓએ કાયદા હેઠળના જરૂરી હોય તેના નવાં રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટેની કામગીરી આ સૉફ્ટવેર અંતર્ગત ઓનલાઇન કરવાની રહેશે. આ પોર્ટલની વેબસાઇટ વેબસાઇટ: www.ecooperative.gujarat.gov.in છે. તેમજ જિલ્લામાં આ અધિનિયમ હેઠળ શાહુકાર તરીકે પરવાનો ધરાવતાં હોય તેવાં તમામ પરવાનેદારોએ તા. ૩૦/૦૯/૨૦૨૨ બાદથી દર માસે અત્રેની કચેરીમાં જમા કરાવવાનાં ધીરધારનાં પત્રકો આ પોર્ટલ  પર ઓનલાઇન જ જમાં કરાવવાના રહેશે.

        વધુમાં, આ બાબતે જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરીનાં હેલ્પ ડેસ્ક પર સંપર્ક સાધવાં અથવા તો (૦૨૭૮) ૨૪૨૧૦૨૯પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related Posts