ગુજરાત

ગુજરાત નું ગૌરવ એવા સિંહો ની પાછળ કાર દોડાવી વિકૃત પજવણી

ગુજરાત હવે સિંહો માટે અસલામત બનતું જતું હોય એમ એક પછી એક સિંહ પજવણી ના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હજી લગભગ 10 દિવસ પહેલાજ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં 3 શક્શો દ્વારા ગેરકાયદેસર મારણ આપી વિકૃત આનંદ માણ્યો હતો જે લોકો નો હજી અતોપતો મળ્યો નથી ત્યાં વધુ 2 વિડિયો વાયરલ થયા છે જેમાં એક વીડિયો માં સિંહ બાળ અને બીજા વિડિયો માં સિંહણ પાછળ ગેરકાયેદસર પૂરઝડપે કાર હંકારી વિકૃત પજવણી કરવામાં આવી રહીછે તો ગુજરાત સરકાર અને વનવિભાગ જેમ બને એમ જડપથી એવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ પ્રખર પ્રકૃતિ પ્રેમી અને ગુજરાત વાઇલ્ડ લાઇફ ઓફિશિયલ પેજ એડમીન રવિરાજ ભાઈ સાન્ડસુરે જણાવ્યું હતું

Follow Me:

Related Posts